Throuple: ગજબ! 3 યુવક એકબીજાના પ્રેમમાં ગળાડૂબ, કરવા માંગે છે લગ્ન, Photos જોઈને દંગ રહી જશો
ત્રણેય યુવકોએ જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ લગ્ન કરવા અને સાથે બાળકો ઉછેરવાની પણ આશા સેવે છે. એડમ અને જોશુઆએ 2016માં કેનેડામાં યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન ડેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ બંનેએ ઓપન રિલેશનશિપમાં આવવાનો નક્કી કર્યું. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં આ સંબંધમાં ડેરિક પણ જોડાઈ ગયો અને હવે ત્રણેય રિલેશનશિપમાં છે.
સમલૈંગિક સંબંધ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજકાલ થ્રપલ રિલેશનશિપ સંલગ્ન ખબરો પણ આવી રહી છે. તમને એમ થતું હશે કે આ વળી થ્રપલ રિલેશનશિપ કેવી હોય. તો અમે તમને જણાવી દઈએ કે તેનો અર્થ થાય છે કે ત્રણ લોકો વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવો. આવું જ સંબંધ 27 વર્ષના એડમ જોશુઆ, 24 વર્ષના જે કે ટેલર અને 30 વર્ષના ડેરિક કેનેડી વચ્ચે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ત્રણેય યુવકોએ જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ લગ્ન કરવા અને સાથે બાળકો ઉછેરવાની પણ આશા સેવે છે. એડમ અને જોશુઆએ 2016માં કેનેડામાં યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન ડેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ બંનેએ ઓપન રિલેશનશિપમાં આવવાનો નક્કી કર્યું. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં આ સંબંધમાં ડેરિક પણ જોડાઈ ગયો અને હવે ત્રણેય રિલેશનશિપમાં છે.
ત્રણેય યુવકોએ નવેમ્બર 2022માં પોતાના સંબંધને જાહેર કર્યો હતો. આ એ સમય હતો કે જ્યારે એડમ અને ડેકેને ડેરિક સાથે પ્રેમ થયો. પરંતુ એડમને શરૂઆતમાં તો તેનાથી મુશ્કેલી થઈ હતી. એડમ એક એન્જિનિયર છે. તેનું કહેવું છે કે તે ખુલ્લા વિચારોવાળા પરિવારમાંથી આવે છે. આ સંબંધમાં ત્રણેય એક બીજા માટે સરખા છે. એડમે કહ્યું કે 'અમે લગ્ન કરવા માંગીએ છીએ, પંરતુ હજુ સુધી તેના માટે કોઈ સમય નક્કી કર્યો નથી. આ લગ્ન કાયદાની નજરમાં અયોગ્ય હશે.'
તેમણે કહ્યું કે પરંતુ અમે લગ્ન કરવા માંગીએ છીએ, જે એક સાથે જીવન વિતાવવાના વચનનું પ્રતિક હશે. આવા સંબંધ માટે ઈમાનદારી અને વાતચીત કરવી જરૂરી હોય છે. એડમે કહ્યું કે ક્યારેક ક્યારેક આ સંબંધમાં ઈર્ષાની સમસ્યા પણ થાય છે. જ્યારે બે લોકો એક બીજાને વધુ પ્રેમ કરે, તો ત્રીજાને ઈર્ષા થાય તે સ્વાભાવિક છે.
આ સાથે તેમનું કહેવું છે કે તેઓ આ ઈર્ષાને પહોંચી વળવા ઉપર પણ કામ કરી રહ્યા છે. જો કોઈ એકને એવું મહેસૂસ થાય તો તે પોતાનો હાથ ઊંચો કરીને તે સમસ્યા વિશે જણાવી દે છે. તેમણે આ સંબંધના ફાયદા પર કહ્યું કે જો કોઈ એકને બહાર જવું પડે તો બાકીના બે પાર્ટનર સાથે સમય વિતાવી શકે છે. બીજા કપલની જેમ કોઈ એકલું રહેતું નથી.