બેઇજિંગ: દુનિયાભરમાં લોકોને હજુ સુધી કોરોના વાયરસથી રાહત મળી નથી કે ચીનમાં ફરી એક નવા વાયરસે જન્મ લીધો છે. ચીનમાં હવે Tick એટલે કે કરોળિયા જેવા દેખાતા જંતુ ટિકથી વાયરસ ફેલાઇ રહ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધારો લોકો તેની ઝપેટમાં આવ્યા છે. વાયરસ જંતુના કરડવાથી ફેલાય છે. ચીનના અખબારો અનુસાર નવા વાયરની ઓળખ થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ બ્યૂવાયરસ (Severe fever with thrombocytopenia syndrome virus or SFTS) તરીકે કરવામાં આવી છે. તેમાં દર્દીને ભારે તાવ આવે છે. તે પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતમાં 37થી વધુ લોકો વાયરસની ઝપેડમાં આવ્યા હોવાની જાણકારી મળી છે. જ્યારે પૂર્વ ચીનના અનહુઇ પ્રાંતમાં 23 લોકો પણ સંક્રમિત મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રશિયાની કોવિડ-19 વેક્સીન: દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન 12 ઓગસ્ટે કરાશે નોંધણી


ચીનના વાયરસ એક્સપર્ટે ચેતવણી આપી છે કે, વાયરસના માનવથી માનવ સંક્રમણને નકારી શકાય નહીં. નિષ્ણાતો માને છે કે SARS-CoV-2 વિપરીત, આ પ્રથમ વખત નથી જ્યારે SFTS  વાયરસથી લોકો સંક્રમિત થયા છે. તાજેતરના કેસની સ્થિતિ ફક્ત બિમારીના ફરીથી ઉદભવને કારણે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ વાયરસ (Severe fever with thrombocytopenia syndrome virus) સાથે ગંભીર તાવ આ વાયરસથી સંબંધિત છે અને ટિકના ડંખ બાદ માણસો સુધી પહોંચે છે. આ વાયરસની ઓળખ એક દાયકા પહેલા ચીનમાં સંશોધનકારોની ટીમે પ્રથમ વખત કરી હતી. 2009માં, આવા કેટલાક કેસ હુબેઇ અને હેનાન પ્રાંતના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા હતા. ચીની સંશોધનકારોની ટીમે કરેલા 2011ના અભ્યાસ મુજબ, આ વાયરસની અવધિ 7થી 13 દિવસની છે.


આ પણ વાંચો:- EXCLUSIVE: 'લેબનોનના હ્રદયમાં ગોળી મારવામાં આવી' બૈરૂતથી WIONનો ગ્રાઉન્ડ રિપોર્ટ 


આ છે SFTS વાયરસના લક્ષણ
વાયરસથી સંક્રમિત લોકોમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આમાં તાવ, થાક, ઠંડી, માથાનો દુખાવો, લિમ્ફેડોનોપેથી, એનોરેક્સિયા, ઉબકા, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, ગમ્સ જેવી સમસ્યાનો સામનો કરે છે. દર્દી ઓછી પ્લેટલેટની ગણતરી અને લ્યુકોસાયટોપેનિઆથી પણ પીડાય છે. ટિક સંક્રમિત દર્દીના શરીરના ઘણા ભાગો પણ કામ કરવાનું બંધ કરે છે. એટલું જ નહીં, દર્દીને રક્તસ્રાવ થાય છે અને નર્વસ સિસ્ટમ પર પણ તેની ખરાબ અસર પડે છે. જાપાન, દક્ષિણ કોરિયા સહિત પૂર્વના ઘણા અન્ય દેશોમાં પણ વાયરસ જોવા મળ્યો છે.


આ પણ વાંચો:- ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો જબરદસ્ત ઝટકો, Tiktok અને Wechat પર કરી મોટી કાર્યવાહી


તાજેતરમાં, ચીનના ગ્લોબલ ટાઇમ્સે નાનજિંગમાં વાંગ નામની મહિલાના કેસનો અભ્યાસ કર્યો હતો. જેનું નામ વાંગ છે. રિપોર્ટ અનુસાર વાંગ જે જિયાંગ્સુની રાજધાનીમાં રહે છે, વાયરસ પીડિત હતી. જેમાં તાવ અને ખાંસી જેવા પ્રારંભિક લક્ષણો હતા. મહિલાના લોહીમાં લ્યુકોસાઇટ અને પ્લેટલેટની ગણતરી ઓછી જોવા મળી હતી. લગભગ એક મહિનાની સારવાર બાદ વાંગને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube