TikTok રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ વિરૂદ્ધ પહોંચ્યું કોર્ટ, કહ્યું- કોઈ વિકલ્પ બાકી નથી
શોર્ટ વીડિયો એપ ટિકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં સોમવારના પડકાર આપ્યો છે. તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને વાણિજ્ય વિભાગની વિરૂદ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ 6 ઓગસ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે.
ન્યૂયોર્ક: શોર્ટ વીડિયો એપ ટિકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં સોમવારના પડકાર આપ્યો છે. તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને વાણિજ્ય વિભાગની વિરૂદ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ 6 ઓગસ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળી રહ્યાં છે 1.41 લાખ રૂપિયા, જાણો સમગ્ર વિગત
ટિકટોકને ભારતમાં પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. તેની માલિક ચીનની બાઇટડાન્સ કંપની છે. ટિકટોકે સોમવારના કહ્યું કે, તે અમેરિકાની રાષ્ટ્રિય સુરાક્ષા માટે ખતરો નથી. ટ્રંમ્પ સરકારે કોઇ પુરાવા અથવા કોઇ પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેના પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે.
કંપનીએ તેમની અરજીમાં કોર્ટથી સરકારના 'અભેદ્ય પ્રતિબંધ'થી સુરક્ષાની માગ કરી છે.
આ પણ વાંચો:- પેરૂઃ લૉકડાઉન વચ્ચે નાઇટ ક્લબમાં પોલીસના દરોડા, ભાગદોડમાં 13 લોકોના મોત
ટ્રમ્પ તંત્રનો આદેશ
રાષ્ટ્રપતિ ટ્રંપે રાષ્ટ્રીય સુરક્ષાના ખતરાના આધાર પર ઓગસ્ટમાં ટિકટોકને લઇને બે કાર્યકરી આદેશ આપ્યો હતો. તેમાં એક આદેશ બાઇટડાન્સની સાથે કોઇપણ પ્રકારની લેણદેણ પર પ્રતિબંધ મુક્યો છે. જે 45 દિવસની અંદર પ્રભાવી થશે. બીજુ બાઇટડાન્સને અમેરિકામાં ટિકટોકની મદદ કરતી સંપત્તિને વેચવાનો આદેશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર