TIME Magazine એ પોતાના કવર પેજ પર કેમ લગાવ્યું Red Cross? જાણો શું છે સમગ્ર ઘટના
TIME Magazine એ કોરોના મહામારીને કારણે આ વર્ષે મચેલા હાહાકારને ધ્યાનમાં રાખતા પોતાના 2020ના કવર પેજને રેડ ક્રોસમાં દર્શાવ્યું છે. 2006માં અમેરિકી સેના દ્વારા ઇરાકમાં અલ-કાયદાના આતંકી અબૂ મૌસબ અલ જરકાવીની હત્યા બાદ પણ આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
વોશિંગટનઃ દુનિયાના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિન (Time magazine)એ પોતાના ડિસેમ્બર 2020ના કવર પેજમાં કોઈ મોટી હસ્તીની તસવીર રાખી નથી. મેગેઝિને તેના બદલે 2020ને રેડ ક્રોસ ‘X’થી દર્શાવ્યું છે. ટાઇમ મેગેઝિનના લગભગ 100 વર્ષના ઈતિહાસમાં આ પાંચમી ઘટના છે, જ્યારે આ પ્રકારનું કવર પેજ તૈયાર કર્યું છે. 2020ને રેડ ક્રોસ ‘X’માં દેખાડવા વિશે મેગેઝિનનું કહેવું છે કે કારણ કે આ અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ છે, તેથી હાલના સંકટને દર્શાવવા માટે તેનાથી સારૂ કોઈ કવર પેજ ન હોઈ શકે.
Coronaએ વિશ્વમાં મચાવ્યો કહેર
ચીનથી નિકળનાર કોરોના વાયરસે આ વર્ષે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. કોરોના કહેરથી સૌથી વધુ અમેરિકા પ્રભાવિત થયું છે. તેથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ ગણાવી ચુક્યા છે. કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા Time Magazine એ પોતાના 2020ના કવર પેજને રેડ ક્રોસ ‘X’માં દર્શાવ્યું છે. ટાઇમે પ્રથમવાર 1945મા જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરના મોતને ચિન્હિત કરવા માટે રેડ ક્રોસનો ઉપયોગ કર્યો હતો. બીજીવાર 2003માં ઇરાક યુદ્ધની શરૂઆત દરમિયાન પણ મેગેઝિને આમ કર્યું હતું.
આ પણ વાંચોઃ વધી રહેલા કોરોના કેસથી પરેશાન અમેરિકા, FDAએ ફાઇઝરની વેક્સિનને આપી મંજૂરી
Laden ની હત્યા પર પણ કર્યો હતો ‘X’ નો ઉપયોગ
ટાઇમ મેગેઝિને ત્રીજીવાર રેડ ક્રોસ વાળું કવર પેજ ત્યારે તૈયાર કર્યું હતું જ્યારે 2006મા અમેરિકી સેના દ્વારા ઇરાકમાં અલ-કાયદાના આતંકી અબૂ મૌસબ અલ જરકાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ રીતે 2011માં આતંકી ઓસામા બિન લાદેન (Osama bin Laden)ની હત્યા પર પણ ટાઇમે કવર પેજમાં રેડ ક્રોસનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટાઇમ મેગેઝિને બીજા વિશ્વ યુદ્ધથી લઈને આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ સુધી એક લાંબા સંઘર્ષના અંતના પ્રતીકના રૂપમાં રેડ ક્રોસ 'X' ઉપયોગ કર્યો છે. પરંતુ તે વાત અલગ છે કે હજુ કોરોનાનો અંત થયો નથી.
Joe Biden અને Kamala Harris 'પર્સન ઓફ ધ યર'
તો અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris)ને Time magazineએ '2020 પર્સન ઓફ ધ યર' પસંદ કર્યા છે. મેગેઝિને પોતાના વાર્ષિક પ્રતિષ્ઠિત સન્માન માટે આ બંન્ને ડેમોક્રેટિક નેતાઓના નામની જાણકારી ગુરૂવારે આપી હતી. આ જોડી ત્રણ અન્ય ફાઇનલિસ્ટોમાંથી પસંદ કરવામાં આવી છે. ટાઇમ મેગેઝિને કહ્યું, અમેરિકી કહાનીને બદલવા અને તે દેખાડવા માટે કે સહાનુભૂતિની તાકાત વિભાજનની ઉગ્રતાથી વધુ છે, જો બાઇડેન અને કમલા હેરિસને ટાઇમના 2020 પર્સન ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube