દુનિયામાં આમ તો ફરવા માટે ઘણું બધુ છે, પરંતુ એવી કેટલીક જગ્યા છે જેના વિશે જાણીને અંચિબત થઈ જવાય. આવો જ એક ટાપુ છે જ્યાં માણસનું મરવું અને જન્મ આપવું બંને ગેરકાયદેસર ગણાય છે. દુનિયાના વિવિધ દેશો વિવિધ પ્રકારના કાયદા હોય છે. ચાલો જાણીએ આ ટાપુ વિશે જ્યાં જન્મ આપવો અને મરવું ગેરકાયદેસર ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આ જગ્યા એટલે તે રૂપકડી અને સુંદર છે કે તમને તે સ્વર્ગથી જરાય કમ ન લાગે. જો કે અહીં રહેવું સરળ નથી. કારણ કે આ જગ્યા પર કેટલાક કાયદા એવા છે જે તમને સમજમાં નહીં આવે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ Svalbard નામનો એક ટાપુ છે જ્યાં માણસોથી વધુ પોલર બિયર રહે છે તથા અહીં રહેવાની વ્યવસ્થાઓ વિશે જાણશો તો દંગ રહી જશો. 


મરવું અને બાળક પેદા કરવો એ ગુનો
Svalbard નોર્વેનો એક ટાપુ છે. જે આર્કટિક ઓશિયન વિસ્તારમાં આવે છે. તે દુનિયાની એક જગ્યાઓમાંથી એક છે જ્યાંતમે વિઝા વગર જઈ શકો છો. જો કે અહીં આવ્યા બાદ તમારે અહીંના નિયમોનું પાલન કરવું જ પડે. અહીં લોકો માટે મરવું ગેરકાયદેસર બને છે અને કારણ એ છે કે તેમને મૃતદેહ દફનાવી શકાય નહીં. કારણ કે અહીં એટલી ઠંડી હોય છે કે જે બોડીને ડિકમ્પોઝ થવા દેશે નહીં. બીજુ, અહીં જન્મ આપવો પણ ગેરકાયદેસર છે. જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેણે ડિલિવરી પહેલા જ અહીંથી જતા રહેવું પડશે. દારૂ પીવા માટે પણ કડક નિયમો છે. અહીંના પર્યાવરણ મંત્રીના જણાવ્યાં મુજબ વિસ્તારને સુરક્ષિત રાખવા માટે આમ કરવું જરૂરી છે. 


માણસો કરતા વધુ રિંછ
આ જગ્યા પર કુલ 2500 લોકો રહે છે. પરંતુ તેમના કરતા વધુ વસ્તી તો રિંછની છે. કુલ 3000 પોલર બિયરવાળી આ જગ્યા પર જો બહાર નીકળવું હોય તો બંદૂક લઈને જવું પડે. અહીં ડ્રોન અને સ્નોમોબાઈલ ઉપર પણ રોક છે. અહીં બિલાડીઓ પર પ્રતિબંધ છે કારણ કે તે ઈન્ફેક્શન ફેલાવી શકે છે. આમ છતાં આ જગ્યા ખુબ જ સુંદર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube