Longest Suspension Bridge: જર્મનીના હાર્ટ્સ હિલ્સમાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર લોકો ચાલવાનો આનંદ માણી શકે છે. આ 450 મીટરથી વધુ લાંબા પુલથી વિશાળ ડેમની એક તરફથી બીજી તરફ પહોંચી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેમસ છે નામ
Titan-RT નામનો આ પુલ 7 મેં 2017ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ મધ્ય જર્મન શહેર Oberharts am Broken માં આવેલો છે.


કેટલો લાંબો છે પુલ
કુલ 458 મીટર લાંબો પુલે રશિયન શહેર સોચીમાં આવેલા સ્કાયપાર્ક બ્રિજને પાછળ છોડી દીધો છે. આ પુલ 439 મીટર  લાંબો છે. Titan-RT પુલ બનતા પહેલા સ્કાયપાર્ક પુલ સૌથી મોટો પુલ હતો.


આ પુલ ઊંચો પણ છે
જર્મનીના સૌથી ઉંચા રેપબોડ ડેમ પર બનેલો આ પુલ પાણીના સ્તરથી લગભગ 100 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે.


ઘણો લાંબો સમય લાગ્યો
સતત 5 વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું. આ 5 વર્ષમાં પુલની યોજના બનાવાની સાથે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું.



આ પણ વાંચો:
SIPRI: હથિયાર ખરીદવાના મામલે ભારત નંબર વન, જાણો ટોપ 5માં અન્ય કયા દેશો?
માર્ચમાં આ દિવસથી શરૂ થશે કમૂરતા, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ; નહીં તો પસ્તાશો
મંગળવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ, બાકી હનુમાનજીના ગુસ્સાથી બરબાદ થઈ જશે પરિવાર


ના ભુલાય તેવો અનુભવ
આ પુલ ચાલતા જવા માટે વિશ્વનો સૌથી લાંબો પુલ છે. આ તેના પ્રકારનો એકમાત્ર સસ્પેન્શન બ્રિજ છે. જે લોકો આ પુલ પર જાય છે તેઓ એક સ્માઈલ સાથે આ પુલ પરથી નીચે ઉતરે છે.


કઈ ટેકનોલોજીથી બન્યો છે આ પુલ
ટેકનિક લગાવવામાં આવી કેબલ કન્ટ્રક્શનની. આ પુલ બનાવવા માટે 947 ટનના પુલિંગ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


આ પુલ પર કેવી રીતે લેશો આનંદ?
જે પણ સાહસના શોખીન છે તે આ પુલ પરથી કૂદકો મારીને 75 મિટર પેન્ડુલમ જમ્પની મજા લઈ શકે છે.



આ પણ વાંચો:
માથા પરથી ગાયબ થઈ રહ્યાં છે વાળ? અજમાવો દાદીમાનો આ નુસ્ખો, હેર ફોલનો આવશે અંત 
આ ફેશનેબલ રીંગ પહેરવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદા
ગુજરાતના વધુ એક મંદિરનો તઘલખી નિર્ણય, પાવાગઢમાં હવે નારિયેળ નહિ વધેરી શકાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube