180 કિમી અંદર સુધી ઘુસી ગયું ચીનનું વિમાન, તાઈવાને કર્યો પીછો અને....
મંત્રાલયે જણાવ્યું કે,તાઈવાને ચીનના વિમાનોને ચેતવણી આપવા માટે પોતાના વિમાન મોકલ્યા હતા, ચીનના બંને વિમાન તેની સરહદમાં 180 કિમી જેટલા અંદર ઘુસી ગયા હતા
તાઈપેઃ તાઈવાને સોમવારે જણાવ્યું કે, તેના વિમાનોએ તાઈવાનના સમુદ્ર વિસ્તારમાં મધ્ય રેખાને પાર કરનારા ચીનની સેનાના વિમાનોને ચેતવણી આપવાની સાથે જ તેના આ પગલાને ઉષ્કેરણીજનક જણાવ્યું છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ચીનના બે જે-11 યુદ્ધ વિમાન રવિવારે સવારે 11.00 કલાકે સરહદ પાર કરી અને ટાપુના દક્ષિણ પશ્ચિમ હવાઈ વિસ્તારમાં ઘુસી આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, તાઈવાને ચીનના વિમાનોને ચેતવણી આપવા માટે પોતાના વિમાન મોકલ્યા હતા. ચીનના બંને વિમાન તાઈવવાની સરહદમાં 180 કિમી અંદર સુધી ઘુસી આવ્યા હતા.
ચીનના જંગલમાં વિકરાળ આગઃ 30 ફાયર ફાઈટર્સનાં મોત, આગ બેકાબૂ
તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ-ઈંગ-વેને સૈનિક પુરસ્કાર સમારોહમાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "ચીનની સેનાના વિમાનોએ તાઈવાનના સમુદ્રની વચ્ચે આવેલી સરહદને પાર કરીને લખ્યા વગરના સમાધાનનું ઉલ્લંઘન કરીને અમને ઉષ્કેર્યા છે. અમારી વાયુસેનાની ચેતવણી બાદ તેમના વિમાન પાછા ગયા હતા."
નેપાળમાં વરસાદ અને વાવાઝોડાનો કહેર, અત્યાર સુધી 25ના મોત, 400 ઘાયલ
વિદેશ મંત્રી જોસેફ વૂએ પત્રકારોને જણાવ્યું કે, સરહદ પાર કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તાઈવાને આ ઘટનાની માહિતી 'સ્થાનિક સહયોગીઓ'ને આપી છે.