ચીનના જંગલમાં વિકરાળ આગઃ 30 ફાયર ફાઈટર્સનાં મોત, આગ બેકાબૂ
સિંચુઆન જિલ્લાના મુલી કાઉન્ટીની નજીક આવેલા 3000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં અચાનક આગ ફાટી નિકળી હતી, જેને કાબુમાં લેવા માટે 700થી વધુ ફાયર ફાઈટરને મોકલવામાં આવ્યા હતા, સોમવાર સાંજ સુધી આગ કાબુમાં આવી નથી
Trending Photos
સિંચુઆનઃ દક્ષિણ પશ્ચિમ ચીનમાં આવેલા સિંચુઆન જિલ્લાના મુલી કાઉન્ટીની નજીક સુકા જંગલમાં લાગેલી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમાં વિરુદ્ધ દિશામાં પવન ફુંકાતા આગ બુઝાવા ગયેલા ફાયર ફાઈટર ફસાઈ ગયા હતા. સોમવાર સાંજ સુધી 30 ફાયર ફાઈટરનાં મોત થયાનું દક્ષિણ ચીનના 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ' અખબારે જણાવ્યું છે.
સિંચુઆન જિલ્લામાં આવેલી લિયાંગશાન પર્વતમાળા પર પથરાયેલા વિશાળ જંગલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. આ આગ બુઝાવા માટે 690 ફાયર ફાઈટરને શનિવારે મોકલવામાં આવ્યા હતા. પર્વતમાળામાં 3,800 મીટરની ઊંચાઈએ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આ આગ લાગી હતી, જ્યાં કોઈ સંદેશાવ્યવહાર કે પરિવહન માટેની કોઈ સુવિધા નથી.
26 firefighters are confirmed to have died while battling a forest fire in Sichuan, China pic.twitter.com/vmXUxGhOGN
— China Xinhua News (@XHNews) April 1, 2019
ફાયર ફાઈટર જ્યારે અહીં આગ બુઝાવી રહ્યા હતા ત્યારે અચાનક જ પવનની દિશા બદલાઈ ગઈ હતી અને તેઓ વિકરાળ આગમાં ફસાઈ ગયા હતા. રવિવારથી આ ફાયર ફાઈટરની કોઈ ભાળ મળતી ન હતી. આથી, સેનાના બે હેલિકોપ્ટર પણ તેમને શોધવા મોકલવામાં આવ્યા હતા.
સોમવારે સાંજે ચીનના સેન્ટ્રલ ટેલિવિઝને જણાવ્યું કે, ખોવાઈ ગયેલા તમામ 30 ફાયર ફાઈટરના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, આગ ઉપર સોમવાર સાંજ સુધી કોઈ કાબુ મેળવી શકાયો નથી.
(ફોટો સાભાર વીડિયોગ્રેબ@Twitter XHnews)
આ ઉપરાંત શાંન્ઝી જિલ્લામાં શુક્રવારે સાંજે અચાનક એક જંગલમાં આગ ફાટી નિકળી હતી, જેને બુઝાવવા માટે 1500 ફાયરફાઈટરને મોકલાયા હતા. આ આગામાં 3000 હેક્ટરમાં ફેલાયેલા જંગલનો સફાયો થઈ ગયો હતો.
શનિવારે બિજિંગથી નજીક મિયુન જિલ્લાના બહારના વિસ્તારમાં બપોરના સમયે આગ ફાટી નિકળી હતી. જેના પર કાબુ મેળવવા 2000 રાહત-બચાવ કર્મી અને ફાયર ફાઈટર્સને મોકલવામાં આવ્યા હતા. આ આગમાં 50 હેક્ટર વિસ્તારમાં જંગલ નાશ પામ્યું હતું. જોકે, આ બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે