રિયાધઃ સાઉદી અરબમાં આયોજિત ત્રીજી ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમ (FII)માં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ બન્યું છે. અમારા અનેક સ્ટાર્ટ અપ વૈશ્વિક સ્તરના બની ગયા છે. આજે ભારતમાં રિસર્ચ પર ખુબ જ ભાર મુકવામાં આવી રહ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વિશ્વમાં વ્યવસાય ક્ષેત્રના 5 મુખ્ય ટ્રેન્ડ ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, "ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ, કમ્પેશન ફોર એનવાયર્નમેન્ટ, બિઝનેસ/ગવર્નન્સ પાંચ મુખ્ય ગ્લોબલ બિઝનેસ ટ્રેન્ડ છે. કમ્પેશન ફોર એન્વાયર્નમેન્ટ એ ટ્રેન્ડ નથી, પરંતુ તે એક અનિવાર્યતા છે."


દરેક ગ્લોબલ રેન્કિંગમાં ભારત સતત સારું પ્રદર્શન કરતું જઈ રહ્યું છે. લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં 10 રેન્કનો જમ્પ, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 24 ક્રમનો સુધારો, વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડૂઇંગબિઝનેસમાં 2014માં અમે 142મા ક્રમે હતા, જે 2019માં 63મા ક્રમે આવી ગયા છે. સતત ત્રીજા વર્ષે અમે દુનિયાના ટોચના 10 રિફોર્મર્સમાંના એક છીએ. 


આજે દુનિયા બદલાઈ રહી છે અને બહુધ્રુવિય બની છે. તમામ દેશો આજે એક-બીજા સાથે જોડાઈ ગયા છે. ત્રણ-ચાર દાયકા પહેલા દુનિયાને જે દૃષ્ટિએ જોવામાં આવતી હતી તેમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. અમે પણ અમારી વિચારસરણીમાં પરિવર્તન લાવ્યા છીએ. આજે દુનિયામાં નાના દેશોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. આથી અમે પણ આ બહુધ્રૂવિય દુનિયાને વધુ મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માનવકલ્યાણ ક્ષેત્રે વધુ ફાળો આપી રહ્યા છીએ. 


પીએમ મોદીએ કહ્યું કે, કોઈ પણ વ્યવસ્યાને આગળ લઈ જવા માટે માળખાકિય સુવિધાઓ જરૂરી છે અને ભારત માળખાકિય સુવિધા ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ બન્યું છે. ભારતને 2 અને 3 ટિયર શહેરોમાંથી પણ સ્ટાર્ટ અપ નિકળી રહ્યા છે. અમારા સ્ટાર્ટઅપે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....