World`s Top Tallest Buildings:દુનિયાની સૌથી ઉંચી ઈમારતો, PHOTOS જોઈને પણ આવી જશે ચક્કર
સામાન્ય રીતે સૌથી ઉંચી બિલ્ડિંગોની વાત આવે તો બુર્જ ખલીફાનું નામ યાદ આવે.પરંતુ બુર્ઝ ખલીફા સિવાય એવી કઈ બિલ્ડિંગો છે જે દુનિયાની સૌથી ઉંચી છે.જેનો બાકી બિલ્ડિંગોથી કેમ અલગ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે બિલ્ડિંગ પરથી કોઈ વસ્તુને ફેંકો તો સેંકન્ડોની અંદર તે ધરતી પર ધડામ દઈને પડે છે.પરંતુ કેટલીક એટલી ઉંચી બિલ્ડિંગો છે જેના ટોપ ફ્લોરથી કોઈ વસ્તુને નીચે ફેંકવામાં આવે તો તેને ધરતી સુધી પહોંચવામાં કલાકો લાગી જાય છે.ચોંકી ગયાને પરંતુ આ હકીકત છે.દુનિયામાં કેટલીક એવી બિલ્ડિંગો છે જેને જોઈ સૌ કોઈ આચર્ય ચકીત થઈ જાય છે.ત્યારે આજે અમે તમને બતાવીશું કે કઈ છે આ બિલ્ડિંગો અને ક્યાં આવેલી છે.
આ કોઈ સામાન્ય બિલ્ડિંગોની વાત નથી થતી.શહેરોમાં જોતા 10, 12 માળના બિલ્ડિંગોની વાત નથી કરી રહ્યા.આપણે વાત કરી રહ્યા છીએ એવી ગગનચુંબી બિલ્ડિંગોની જે દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર છે.આ બિલ્ડિંગો એટલી ઉંચી છે કે તેના નીચે ઉભા રહો તો ટોપ ફ્લોર દેખાવું મુશ્કેલ થઈ જાય છે.
1) બુર્જ ખલીફા
8 લાખ અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલ દુંબઈનું બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ છે.168 માળ ધરાવતી બુર્જ ખલીફા બિલ્ડિંગની ઉંચાઈ 828 મીટર છે.21 સ્પટેમ્બર 2004ના રોજ શરૂ કરી વર્ષ 2010માં બુર્જ ખલિફાનું નિર્માણ કાર્ય પુરૂ થયું હતું.
2) શાંઘાઈ ટાવર
ચીનના શાંધાઈ શહેરમાં આવેલા શાંધાઈ ટાવરની ઉંચાઈ 632 મીટર છે.આ સુંદર ઈમારતનું નિર્માણ વર્ષ 2015માં થયું હતું.જેમાં સ્કાય-વોકની મજા માણી શકાય છે. કાચના ફ્લોરવાળા વોકવે પરથી ‘હુઆંગ પુ રિવર’, સુંદર ઈમારતો, રસ્તા પર દોડતી ટચૂકડી દેખાતી કાર અને અન્ય વાહનો વગેરેનું દર્શન મંત્રમુગ્ધ કરે તેવું છે.
3) મક્કા રોયલ ક્લોક ટાવર
સાઉદી અરેબિયાનું પ્રસિદ્ધ મક્કા શહેરમાં આવેલ મક્કા રોયલ ક્લોક ટાવરની ઉંચાઈ 1972 ફૂટ એટલે કે 601 મીટર છે.આ ટાવરનું નિર્માણ વર્ષ 2012માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
4) પિંગ એન ફાઈનાન્સ સેંટર
દુનિયાની સૌથી ઉંચી ઈમારતોમાં પિંગ એન ફાઈનાન્સ સેંટર ચોથા નંબર પર આવે છે.ચીનના શેનઝેન શહેરમાં આ બિલ્ડિંગ આવેલ છે.પિંગ એન ફાઈનાન્સ સેંટરની ઉંચાઈ 599.1 મીટર છે.પિંગ એન ફાઈનાન્સ સેંટરને પિંગ એન ઈંશ્યોરન્સ કંપનીએ બનાવ્યું છે.
5) લિટ્ટે વર્લ્ડ ટાવર
દુનિયાની સૌથી ઉંચી ઈમારતોમાં 5માં સ્થાન પર છે લિટ્ટે વર્લ્ડ ટાવર.લીટ્ટે વર્લ્ડ ટાવરની ઉંચાઈ છે 554.5 મીટર.લીટ્ટે વર્લ્ડ ટાવર સાઉથ કોરિયાના સિયોલ શહરમાં આવેલ છે.જે સાઉથ કોરિયાની સૌથી ઉંચી અને દિનિયાની 5માં નંબરની બિલ્ડિંગ છે.
6) વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
અમેરિકાના ન્યુ યોર્કમાં મેનહૈટન શહેરમાં આવેલું છે વન વર્લ્ડ સેન્ટર.આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ તે જ સ્થળ પર બનાવવામાં આવેલી ઈમારત છે.વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઉંચાઈ 541.3 મીટર છે.
7) ગુઆંગઝો સીટીએફ ફાઇનાન્સ સેન્ટર
ચીનના ગુઆંગઝો શહેરમાં આવેલું છે આ સેન્ટર.દુનિયાની સૌથી ઉંચી ઈમારતમાં ગુઆંગઝો સીટીએફ ફાઈનાન્સ સેન્ટરનો સાતમું સ્થાન છે.ગુઆંગઝો સીટીએફ ફાઈનાન્સ સેન્ટરની ઉંચાઈ 530 મીટરની છે.
8) ટિંજિન સીટીએફ ફાઇનાન્સ સેન્ટર
ચીનના ઉત્તરભાગમાં ટિંજિન શહેરમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.ટિંજિન સીટીએફ ફાઈનાન્સ સેન્ટરની ઉંચાઈ 530 મીટરની છે.અને વર્ષ 2019માં ટિંજિન સીટીએફ ફાઈનાન્સ સેન્ટનું નિર્માણ કાર્ય પુર્ણ થયું હતું.
9) સીઆઈટીઆઈ ટાવર
ચીનની રાજધાની બેઈજિંગમાં આવેલ છે આ ટાવર.સીઆઈટીઆઈ ટાવરની ઉંચાઈ 527.7 મીટર છે.સીઆઈટીઆઈ ટાવરને ચાઈનના ઝુનના નામે પણ ઓળખવામાં આવે છે.અને ચાઈનાની સૌથી સુંદર અને ઉંચા ટાવરમાંથી એક છે સીઆઈટીઆઈ ટાવર.
10) તાઈપે 101
તાઈવનની રાજધાની તાઈપેમાં બનાવાઈ છે આ સુંદર ઈમારત.તાઈપે 101ની ઉંચાઈ 508 મીટર છે.વર્ષ 2004માં તાઈપે 101 બિલ્ડિંગનું નિર્માણકાર્ય પુર્ણ કરવામાં આવ્યું હતું.આ બિલ્ડિંગ તાઈવાનની સૌથી સુંદર બિલ્ડિંગ માનવામાં આવે છે.