વેંકૈયા નાયડૂના કાર્યક્રમમાં ટોપલેસ થઇ મહિલા, ટ્રમ્પ સામે હતો રોષ
મહિલા પ્રદર્શનકર્તાએ પોતાનાં શરીર પર ફેક અને પીસ શબ્દ છપાવેલા હતા
પેરિસ : પહેલા વિશ્વ યુદ્ધની સમાપ્તીનાં 100 વર્ષ પુર્ણ થવા અંગે પેરિસનાં ઐતિહાસિક આર્ક દે ત્રાયોફમાં રવિવારે આયોજીત કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વનાં ઘણા નેતાનો સમાવેશ થાય છે. આ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો આવી રહ્યો હતો તો એક ટોપલેસ પ્રદર્શનકર્તાઓએ સુરક્ષા ઘેરો તોડીને ટ્રમ્પની નજીક જવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓએ તુરંત જ તે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા. આ મહિલા પ્રદર્શનકર્તાઓએ પોતાનાં શરીર પર ફેક અને પીસ શબ્દ છપાવેલા હતા.
આ કાર્યક્રમમાં ફ્રાંસીસી રાષ્ટ્રપતિ એમનુઅલ મેક્રો, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અનેક ડઝન વિશ્વ નેતા પ્રથમ વિશ્વયુદ્ધવિરામ દિવસ શતાબ્દિ કાર્યક્રમમમાં હાજર રહ્યા. આર્ક દે ત્રાંયોફ યુદ્ધ સ્મારકનાં તળ પર આયોજીત કાર્યક્રમથી 1914થી 1918 સુધી ચાર વર્ષ સુધી ચાલેલા પ્રથમ વિશ્વ યુદ્ધ ખતમ થવાની 100મી જયંતી કાર્યક્રમનું સમાપન થઇ ગયું. આ યુદ્ધમાં 1.80 કરોડ ભારતીય સૈનિકો હતા.
અગાઉ મૈંક્રોએ એલિસી પેલેસમાં નાયડુની આગેવાની કરી હતી. વેંકૈયા નાયડૂ ત્રણ દિવસની ફ્રાંસ યાત્રા પર ગયેલા છે. શનિવારે નાયડૂએ ઉત્તર ફ્રાંસમાં ભારતની તરફથી બનેલા પહેલા યુદ્ધ સ્મારકનું ઉદ્ધાટન કર્યું. સ્મારકનું નિર્માણ પહેલા વિશ્વયુદ્ધમાં લડતા મરાયેલા હજારો ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવ્યું છે.
ભારતીય સૈનિક 1914નાં શરદ દરમિયાન પશ્ચિમી મોર્ચા પર તહેનાત હતા. તેમણે ઇપ્રેની પહેલી જંગમાં હિસ્સો લીધો. 1915ના અંત સુધી ભારતીય સૈનિકો શહીદ થયા. અનેક સૈનિકો બિમારીનાં કારણે મૃત્યુ પામ્યા. જેને ધ્યાને રાખી ભારતીય કોરને યુદ્ધના અગ્રીમ મોર્ચાથી હટાવવાનો નિર્ણય લેવાયો. પહેલા વિશ્વ યુદ્ધમાં 8 લાખ સૈનિકો યુદ્ધમાં લગભગ તમામ મોર્ચા પર લડ્યા. આશરે 15 લાખે સ્વેચ્છાથી લડવાની રજુઆત કરી હતી. તેમાંથી 47,746ને મૃત અથવા ગુમ અને 65 હજારને ઘાયલ સ્વરૂપે શ્રેણીબદ્ધ કરવામાં આવ્યા.
આ વિશ્વયુદ્ધમાં ભારતીય કોરે 13 હજાર શોર્ય મેડલ જીત્યા જેમાં 12 વિક્ટોરિયા ક્રોસનો પણ સમાવેશ થાય છે. ખુદાદાદ ખાને પહેલું વિશ્વ યુદ્ધ જીત્યું હતું. આ યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્ર લગભગ દેવાળીયું થઇ ગયું હતું.