પાંજરામાં એકલી રહેતી વાંદરીને કોઈ ચૂપચાપ પ્રેગનેન્ટ કરી ગયું, Zooના ડોક્ટરોનું પણ મગજ ચકરાયું
Trending News : જાપાનના એક ઝૂમાં એવો બનાવ બન્યો કે, ઝૂના ડોક્ટરો પણ વિચારમાં મૂકાઈ ગયા... વર્ષોથી પાંજરામાં એકલી રહેતી માદા વાનર એકાએક પ્રેગનેન્ટ બની જતા ડોક્ટરો દોડતા થયા
Monkey Gets Pregnant Despite Being ALONE: જાપાનના એક પ્રાણીસંગ્રહાલયમાં એકદમ અજીબ બનાવ બન્યો. જે સાંભળીને ઝૂના ડોક્ટર્સ પણ અચરજમાં પડી ગયા હતા. બન્યું એમ હતું કે, વર્ષોથી પાંજરામાં એકલી રહેતી એક વાંદરી અચાનક ગર્ભવતી બની જતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, પ્રાણી સંગ્રહાલય પ્રશાસને તપાસ શરૂ કરી કે માદા વાનરને ગર્ભવતી કરાવનાર ગુપ્ત વાનર કોણ છે? બે વર્ષની લાંબી તપાસ બાદ હવે 'ગુપ્ત પિતા' નો પણ ખુલાસો થયો છે, જેણે મોમો નામની માદા ગીબનને ગર્ભવતી બનાવી હતી.
આ બનાવ છે જાપાનના નાગાસાકીના કુજુકુશિમા ઝૂ અને બોટનિકલ ગાર્ડનનો, જેમા એક માદા વાનર એક પાંજરામાં એકલી રહેતી હતી. પ્રાણીસંગ્રહાલય મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર તે વર્ષોથી પાંજરામાં એકલી રહેતી હતી. પરંતુ જ્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારથી જ ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા. 12 વર્ષીય ગિબને 2021 માં કાળા સફેદ હાથવાળા ગિબનને જન્મ આપ્યો હતો. મોમો સાથે આ કૃત્ય કોણે કર્યું તે ડીએનએથી બહાર આવ્યું હતું. અહેવાલ મુજબ, ચાર લોકોને મળના ટુકડાનું વિશ્લેષણ કરવા માટે કામે લગાડવામાં આવ્યા હતા, જે તપાસકર્તાઓને ગુપ્ત પિતા તરફ દોરી ગયા હતા.
આ પણ વાંચો :
BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો
અને પછી ગુપ્ત પિતાનો ખુલાસો થયો
બાદમાં તપાસ કરતા ખુલાસો થયો કે, મોમોને ઇટોહ નામના 34 વર્ષીય ગિબન દ્વારા ગર્ભિત કરવામાં આવી હતી. પ્રાણીસંગ્રહાલયના અધિક્ષક જુન યામાનોએ આ અંગે જણાવ્યું હતું કે અમને એ જાણવામાં બે વર્ષ લાગ્યા છે. કારણ કે અમારી પાસે પુરાવાની ઍક્સેસ નથી. કારણ કે મોમો તેના બચ્ચાનું ખૂબ રક્ષણ કરતી હતી.
તો આ રીતે વાંદરી ગર્ભવતી થઈ
ઇટોહે મોમોને પિંજરાની દિવાલમાં બનાવેલા છિદ્ર દ્વારા ગર્ભિત કર્યો હતો. જોકે, પ્રાણીસંગ્રહાલયના રખેવાળો પાસે આનો કોઈ નક્કર પુરાવો નથી. યામાનો કહે છે કે અમને લાગે છે કે ઇટોહે છિદ્ર દ્વારા સેક્સ કર્યું હોવું જોઈએ, જેના કારણે મોમો ગર્ભવતી બની હતી.
આ પણ વાંચો :
અમદાવાદીઓના માથે 300 કરોડનો પાછલા બારણે વધારો, ભાજપની વાહવાહી 300 કરોડનો કર્યો ઘટાડો
CAની પરીક્ષા મામલે મોટા સમાચાર, જાણી લો કયા અભ્યાસક્રમ મુજબ યોજાશે ગુજરાતમાં પરીક્ષા