Woman Claims: એક મહિલા થોડી પળો માટે મૃત્યુ પામીને જીવિત થઈ ગઈ, બીજી દુનિયાનો અનુભવ વર્ણવ્યો
એક મહિલાએ અનોખો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે તે 40 સેકન્ડ માટે મૃત્યુ પામી હતી. તેણે જણાવ્યું કે આ દરમિયાન તેણે શું જોયું.
એક મહિલાએ અનોખો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે તે 40 સેકન્ડ માટે મૃત્યુ પામી હતી. તેણે જણાવ્યું કે આ દરમિયાન તેણે શું જોયું. મહિલાએ જણાવ્યું કે તેને બીજી દુનિયામાં એક વ્યક્તિ મળ્યો હતો જેણે તેને એક સંદેશો આપ્યો.
હાલમાં જ એક મહિલાએ એક એવો દાવો કર્યો છે જેને જાણીને દરેક ચોંકી જાય છે. મહિલાનું કહેવું છે કે તે મૃત્યુ પામીને જીવતી થઈ છે અને બીજી દુનિયાથી એક સંદેશો પણ લાવી છે. Courtney Santiago એ એક દાવો કર્યો છે કે તે 40 સેકન્ડ માટે મરી ગઈ હતી. તેણે જણાવ્યું કે આ દરમિયાન તેણે શું અનુભવ કર્યો.
આઈવીના કારણે શોકમાં ગઈ બોડી
પરિવારમાં બ્રેસ્ટ કેન્સરના કારણે 32 વર્ષની સૈનટિયાગોએ ગત વર્ષ જુલાઈમાં એમઆરઆઈ બ્રેસ્ટ સ્કેન કરાવ્યું હતું. જ્યારે ડોક્ટરોએ તેને આઈવી લગાવ્યું તો સૈન્ટિયાગોની બોડી શોકમાં જતી રહી અને તેનું બ્લડ પ્રેશર એકદમ નીચું જતું રહ્યું. આ સાથે જ તેનો હાર્ટ રેટ નીચે આવી ગયો અને તે બેહોશ થઈ ગઈ.
ટિકટોક પર એક વીડિયોમાં સૈન્ટિયાગોએ જણાવ્યું કે આ અહેસાસ બિલકુલ શાંતિવાળો હતો. મને મારા શરીર, પરિવાર, બાળકો અને મિત્રો કોઈની ચિંતા નહતી.
હાડ થીજવતી ઠંડી વચ્ચે કઈ રીતે મોજથી રહે છે પેંગ્વીન? જાણો કેમ કહેવાય છે હિમ સમ્રાટ
બે પરિણીત મહિલા બાળકોની સ્કૂલમાં મળી, પ્રેમમાં પડી, લવસ્ટોરીનો THE END જાણી છક થશો
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
બીજી દુનિયાથી સંદેશ!
તેણે વધુમાં જણાવ્યું કે તેણે જોયું કે તે એક બીચ પર ઊભી છે. જાણે આ કોઈ સપનાની દુનિયા હોય. તેની સામે એક માણસ હતો જેને તે ક્યારેય મળી નહતી. પરંતુ તેને લાગ્યું કે તે તેને હંમેશાથી જાણે છે. તે વ્યક્તિએ તેને કહ્યું કે બધુ ઠીક છે પરંતુ આ તારા જવાનો યોગ્ય સમય નથી.
તેણે વધુમાં જણાવ્યું કે આ સાંભળતા જ મારી આજુબાજુની ચીજો બદલાવવા લાગી. મને દેખાયું કે હું પહાડો વચ્ચે છું અને મારા બાળપણના ઘરના ગાર્ડનથી થઈને પાછી મારા શરીરમાં આવી ગઈ. સૈન્ટિયાગોએ કહ્યું કે જાગ્યા બાદ હું બોલી શકતી નહતી કે હલી પણ શકતી નહતી.
ડોક્ટરોએ બાદમાં જણાવ્યું કે મહિલાને વાસોવાગલ સિંકોપ હતો, આ એક એવી સ્થઇતિ છે જેમાં રોગીનું શરીર ઈમોશનલ ક્રાઈસિસ કે રક્ત જેવી કોઈ ટ્રિગર્સ પર જોરદાર પ્રતિક્રિયા આપે છે. બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં ઘટાડાના કારણે તમે સમજવાની શક્તિ ગુમાવી દો છો કારણ કે મગજમાં ઓક્સિજનની કમી થઈ જાય છે. જ્યારે હાર્ટ રેટ 10 સેકન્ડ સુધી નીચે જઈ શકે છે. આ સ્થિતિમાં મોત થવાની સંભાવના છે.
સૈન્ટિયાગોએ કહ્યું કે મને 100 ટકા ખાતરી છે કે આ બેભાનવસ્થા કરતા કઈંક વધુ હતું. તેણે પોતાના ફોલોઅર્સને જણાવ્યું કે જ્યારે આપણે મરી જઈએ છીએ ત્યારે આપણે જ્યાં પણ હોઈએ છીએ ખુશ હોઈએ છીએ. મહિલાની આ પોસ્ટ પર યૂઝર્સે કમેન્ટ્સનો મારો કર્યો. એક વ્યક્તિએ લખ્યું કે મને હાર્ટ એટેક આવ્યો હતો અને હું 4 દિવસ કોમામાં રહ્યો. મને તમારી વાત પર ભરોસો છે. એક અન્ય યૂઝરે લખ્યું કે ગત વર્ષ મને પણ બિલકુલ આવો જ અનુભવ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube