Pakistan Political Crisis: ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
Trending Photos
Imran Khan Latest News: પાકિસ્તાનમાં 9મી મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર અને સેના મળીને ઈમરાન ખાન અને પીટીઆઈ કાર્યકરો પર કડકાઈ વર્તી રહી છે પરંતુ હવે પાકિસ્તાનમાં પીટીઆઈ મહિલા કાર્યકરો સાથે રેપ જેવી જઘન્ય ખબરો પણ સામે આવી રહી છે. આ ગંભીર આરોપ ઈમરાન ખાને પોતે પાકિસ્તાન સરકાર પર લગાવ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાનની પાર્ટી સરકારને બદનામ કરવા માટે મહિલા કાર્યકરો સાથે રેપ જેવા ષડયંત્રોનો ઉપયોગ કરી શકે છે. હાલ પીટીઆઈની મહિલા કાર્યકરોના ઉત્પીડનની ખબરોથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.
ઈમરાન ખાનનો ગંભીર આરોપ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે તહરીક એ ઈન્સાફ પાર્ટીની મહિલાઓને આ લોકોએ જે રીતે પકડી અને જે પ્રકારે તેમને જેલોમાં નાખ્યા અને પછી જે અમને ખબરો આવી રહી રહી કે તેમના વિરુદ્ધ કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. તેમના રેપ અંગે પણ અમે સાંભળ્યું છે. હવે હું જણાવું કે 25મી મેના રોજ શું થયું? 25મી મેના રોજ દરવાજા તોડીને ઘરોમાં ઘૂસી આવ્યા. ન ચાદર, ન ચાર દિવાલની તેમણે ચિંતા કરી. ત્યાં પણ મહિલાઓ છે. મહિલાઓને પણ ઉઠાવીને લઈ ગયા.
રાણા સનાઉલ્લાહે લગાવ્યો ષડયંત્રનો આરોપ
બીજી બાજુ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ એક વાતચીત પકડી છે જેમાં પીટીઆઈના કોઈ જાણીતા કાર્યકરના ઘરે ફાયરિંગ કે રેપનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. આ સાથે જ એક બીજો ડ્રામા એ પણ ચાલી રહ્યો હતો કે રેપ એક્ટ કરવામાં આવે એટલે કે એક્ચ્યુઅલ રેપ એક્ટ કરવામાં આવે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હાલ પીટીઆઈની મહિલા કાર્યકરો અને નેતાઓની સાથે રેપ અને ગેરવર્તણૂંકના મામલાઓ પર ચર્ચા ચાલુ છે. પાકિસ્તાનની અનેક જાણીતી મહિલા નેતાઓએ પણ ગેરવર્તણૂંકના આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે રેપના અહેવાલોથી પાકિસ્તાનમાં રાજકારણું સૌથી નીચલું સ્તર જોવા મળી રહ્યું છે.
રાણા સનાઉલ્લાહનું કહેવું છે કે વાતચીત પકડાઈ તેમાં પીટીઆઈના કોઈ જાણીતા કાર્યકરના ઘરે ફાયરિંગ કે રેપનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું જેને મીડિયામાં માનવાધિકારના મામલા તરીકે ઉછાળી શકાય. ખતરો હતો કે ખોરી દાનત પર આજે જ અમલ થશેએટલે કોમને આજે જ જણાવી દીધુ. ઈમરાન ખાન પોતાની પાર્ટીના મહિલા કાર્યકરોના સહારે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
ગૃહમંત્રીના આ ખુલાસા બાદ પાકિસ્તાનમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આ આરોપો બાદ ઈમરાન ખાન સામે આવ્યા અને સનાઉલ્લાહથી મોટો બોમ્બ ફોડ્યો. પાકિસ્તાનમાં આ ખુલાસાથી જાણે હડકંપ મચી ગયો. ટીવી અને સોશિલ મીડિયા પર પીટીઆઈના મહિલા કાર્યકરોની ધરપકડના અનેક વીડિયો પણ ચાલી રહ્યા છે પરંતુ ઈમરાન ખાનનો આ ખુલાસો કોઈ મોટો ધમાકાથી કમ નથી.
ઈમરાન ખાને દાવો કર્યો કે તેમની પાસે પીટીઆઈના મહિલા કાર્યકરો સાથે રેપ અને ગેરવર્તણૂંકની ખબરો પહેલા પણ આવતી હતી. પરંતુ રાણા સનાઉલ્લાહની પ્રેસ કોન્ફરન્સ શાહબાજ સરકારનો ડર સામે લાવી છે. કારણ કે હવે જેલથી નીકળીને પીટીઆઈ વર્કર્સ બધાને હકીકત જણાવશે. બીજી બાજુ પાકિસ્તાનના મીડિયામાં પણ આ વાત પર ચર્ચા શરૂ થઈ છે કે આખરે રાણા સનાઉલ્લાહની પ્રેસ કોન્ફરન્સનો શું અર્થ છે.
ઈમરાન ખાન હવે પાકિસ્તાનને બૂમો પાડી પાડીને જણાવી રહ્યા છે કે તેમની પાર્ટીની મહિલા કાર્યકરો સાથે શું શું ગેરવર્તણૂંક કરવામાં આવી છે. ઘરોમાંથી ધરપકડ, અને જેલોમાં મહિલાઓને રાખવા દરમિયાન શું શું જુલ્મ કરાયા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પીટીઆઈ છોડનારા અનેક નેતાઓ પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી કે જેલોમાં તેમની સાથે સારી વર્તણૂંક થઈ નથી અને જેલોમાં રહેવું ખુબ મુશ્કેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે