કાબુલ: તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં ભાગદોડ મચી છે. મોટી સંખ્યામાં અફઘાની એ આશામાં એરપોર્ટ પહોંચી રહ્યા છે કે કદાચ કોઈ તેમને દેશમાંથી બહાર લઈ જાય. કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકોની મેદની છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ચારેબાજુ બૂમો પડી રહી છે. અફઘાન મહિલાઓ રડી રડીને અમેરિકી અને બ્રિટિશ સૈનિકોને જીવ બચાવવાની ભીખ માંગી રહી છે. આ દ્રશ્યો જોઈને કઠણ કાળજાના સૈનિકોની પણ આંખો ભીની થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ રડી રહીને બેહાલ
ધ સનના રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ હાલ અમેરિકી અને  બ્રિટિશ સૈનિકોના કબજામાં છે. જ્યારે બહાર તાલિબાન તૈનાત છે. અફઘાનિસ્તાન છોડવાની આશામાં એરપોર્ટ પહોંચેલી મહિલાઓના સૌથી ખરાબ હાલ છે. તેઓ રડી રડીને સૈનિકોને જીવ બચાવવા માટે ગુહાર  લગાવી રહી છે. પરંતુ દરેક વ્યક્તિની મદદ કરવી સૈનિકો માટે શક્ય નથી. આ મજબૂરી અને બેબસીના કારણે સૈનિકો પણ દુખી છે. અને તેમના દુખ આંસુઓ સ્વરૂપે ટપકી રહ્યા છે. 


Afghanistan: અસલ રંગમાં આવ્યું તાલિબાન, અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસોમાં જઈને કર્યું આ કામ


સૈનિકોના આંસુ છલકાયા
અફઘાન મહિલાઓ પોતાના બાળકોની સુરક્ષા માટે તેમને બીજાને સોંપવા માટે વિવશ બની ગઈ છે. મહિલાઓ એરપોર્ટના ગેટ પર લાગેલા  કાંટાળા તારની ઉપર બાળકોને સૈનિકો તરફ ફેંકી રહી છે. બુધવારે જ્યારે એક મહિલાએ પોતાની નાની બાળકીને તાર ઉપરથી ફેંકી તો બીજી બાજુ ઊભેલા બ્રિટિશ સૈનિકે પકડી લીધી. માતાની આ બેબસી જોઈને સૈનિકોની આંખોમાં આંસુ આવી ગયા. 


એક બ્રિટિશ અધિકારીએ જણાવ્યું કરે મહિલાઓ એટલી દહેશતમાં છે કે તે પોતાના બાળકોને કાંટાળા તારની ઉપરથી બ્રિટિશ અને અમેરિકી સૈનિકો તરફ ફેંકી રહી છે. જેથી કરીને તેમના જીવ બચી શકે. ભીડમાં રહેલી એક મહિલાએ જોરથી બૂમ પાડીને કહ્યું કે 'મારા બાળકને બચાવો'. ત્યારબાદ તેણે મારી તરફ ઉછાળ્યું. સદનસીબે અમારા સૈનિકે ટાંકણે બાળકને પકડી લીધું અને તેનો જીવ બચી ગયો. 


US વિમાનથી લટકીને જે અફઘાની યુવકનું મોત થયું હતું, તેના વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો


બધાની મદદ કરવા માંગે છે ટ્રુપ્સ
અધિકારીના જણાવ્યાં મુજબ એવો એક પણ વ્યક્તિ નથી જે દુખ, બેબસી અને દહેશતનો આ માહોલ જોઈને રડ્યો ન હોય. એરપોર્ટ પર તૈનાત સૈનિકોની આંખો ભીની છે, તેઓ બધાની મદદ કરવા માંગે છે પરંતુ તે શક્ય નથી. એરપોર્ટ પર જ્યારે એક મહિલાએ રોતા રોતા પોતાના બાળકને સૈનિકને સોંપ્યું તો તે ના પાડી શક્યો નહીં. લગભગ 800 બ્રિટિશ સૈનિકો અને 5000 અમેરિકી સૈનિકો હાલ કાબુલ એરપોર્ટ પર તૈનાત છે. પોત પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ તેઓ ત્યાંથી જતા રહેશે. જો કે આ બેબસી અને દર્દનો જે નજારો તેમણે જોયો છે તેને તેઓ  કદાચ જ ભૂલી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube