US વિમાનથી લટકીને જે અફઘાની યુવકનું મોત થયું હતું, તેના વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત લોકો પર એ હદે હાવી છે કે લોકો કોઈ પણ ભોગે દેશ છોડવા માટે તૈયાર છે. કાબુલ એરપોર્ટથી 16 ઓગસ્ટના રોજ ઉડાણ ભરનારા એક વિમાનમાં જ્યારે જગ્યા ન મળી તો ત્રણ લોકો ટાયર પકડીને જ હવામાં લટકી ગયા હતા પરંતુ બદનસીબે ફ્લાઈટથી પડીને મોતને ભેટ્યા.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત લોકો પર એ હદે હાવી છે કે લોકો કોઈ પણ ભોગે દેશ છોડવા માટે તૈયાર છે. કાબુલ એરપોર્ટથી 16 ઓગસ્ટના રોજ ઉડાણ ભરનારા એક વિમાનમાં જ્યારે જગ્યા ન મળી તો ત્રણ લોકો ટાયર પકડીને જ હવામાં લટકી ગયા હતા પરંતુ બદનસીબે ફ્લાઈટથી પડીને મોતને ભેટ્યા. ફ્લાઈટથી પડીને મરનારાઓમાં અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમના ફૂટબોલર ઝાકી અનવારી (Zaki Anwari)નું નામ સામેલ થયું છે. કાબુલ એરપોર્ટ પર અમેરિકી વિમાનથી લટકીને પડ્યા બાદ અનવારનું મોત થયું હતું.
અમેરિકી વિમાનમાંથી પડ્યા હતા અનવારી
અફઘાન સમાચાર એજન્સી એરિયાનાએ જણાવ્યું કે કાબુલ પર તાલિબાનના કબજા બાદ 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં ઝાકી અનવારી પણ સામેલ હતો. રિપોર્ટ મુજબ અનવારીના મોતની પુષ્ટિ ખેલ મહાનિદેશાલયે કરી છે.
અફઘાનિસ્તાન ફૂટબોલ ટીમે આપી શ્રદ્ધાંજલિ
સૌથી પહેલા અફઘાનિસ્તાની ફૂટબોલ ટીમના એક ફેસબુક પેજથી ઝાકી અનવારીના મોત અને તેના કારણ અંગે ખુલાસો થયો છે. ફેસબુક પેજ પર ઝાકી અનવારીનો ફોટો શેર કરતા શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને કહેવાયું કે તેમનું મોત વિમાનમાંથી પડ્યા બાદ થયું. ઝાકી અનવારી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમનો પણ ભાગ હતો.
Afghanistan Crisis : 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન રાજથી અંધાધૂંધી!
ચાલુ વિમાનમાં લટકીને જવા માગતા બે થી વધુ લોકો પ્લેન ટેક ઓફ થતાં જ નીચે પટકાયાં, મળ્યું મોત...
(નોંધ: આ Video તમને વિચલિત કરી શકે છે)#KabulHasFallen #Afghanistan #TalibanTakeover pic.twitter.com/SkAyQwdvCW
— Zee 24 Kalak (@Zee24Kalak) August 16, 2021
વિમાનના પૈડા પર ચડી ગયા હતા અનેક લોકો
અત્રે જણાવવાનું કે કાબુલ પર તાલિબાનના કબજા બાદ જીવ બચાવવા માટે હજારો લોકો 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને અફરાતફરીમાં અનેક લોકો ત્યાંથી ઉડાણ ભરી રહેલા કાર્ગો C-17 પ્લેન પર ચડી ગયા હતા. આ દરમિયાન લોકો વિમાનના પૈડા અને અન્ય ખાલી જગ્યા પર લટકી ગયા હતા. ત્યારબાદ અમેરિકી સૈન્ય વિમાનના લેન્ડિંગ ગિયરમાં માનવ શરીરના ટુકડા મળી આવ્યા હ તા. અમેરિકી એરફોર્સે વિમાનના વ્હીલ વેલમાં ફસાયેલા માનવ શરીરના ટુકડા મળી આવવાનું પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે