ટ્રંપના પૂર્વ મુખ્ય રણનીતિકારનો ખુલાસો- ચીનની સામે અમેરિકાની યુદ્ધ યોજના તૈયાર
ચીન (China)ને પાઠ ભણાવવા માટે અમેરિકા (United States) મોટી તૈયારી કરી રહ્યું છે. ચીનના વિસ્તારવાદને રોકવા માટે ભારત અને અમેરિકા એખ સાથે આવી ગયા છે. કમ્યુનિસ્ટ ચીનને પાઠ ભણાવવા માટે ટ્રંપ પ્રશાસનની મોટી તૈયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનન (Steve Bannon)ને ખુલાસો કર્યો છે. સ્ટીવે કહ્યું કે, તિબેટ પર ભારત-ચીન વિવાદ મામલે અમેરિકા ભારતને સહયોગ કરી રહ્યું છે.
નવી દિલ્હી: ચીન (China)ને પાઠ ભણાવવા માટે અમેરિકા (United States) મોટી તૈયારી કરી રહ્યું છે. ચીનના વિસ્તારવાદને રોકવા માટે ભારત અને અમેરિકા એખ સાથે આવી ગયા છે. કમ્યુનિસ્ટ ચીનને પાઠ ભણાવવા માટે ટ્રંપ પ્રશાસનની મોટી તૈયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનન (Steve Bannon)ને ખુલાસો કર્યો છે. સ્ટીવે કહ્યું કે, તિબેટ પર ભારત-ચીન વિવાદ મામલે અમેરિકા ભારતને સહયોગ કરી રહ્યું છે.
આ પણ વાંચો:- ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર રાખવાના સમાચાર અફવાઃ ઈરાન
એટલું જ નહીં, અમેરિકા સૈન્ય, આર્થિક, તકનીક સહિતના ઘણા મુદ્દા પર ચીનને ઘેરી રહ્યું છે. ભારત સહિત તમામ સહયોગીઓની સાથે અમેરિકા એકજૂટ થઇ ગયું છે. મલક્કામાં ચીનને ઘરવા માટે અમેરિકાએ રણનીતિ તૈયાર કરી છે. આંદમાનમાં ભારત-અમેરિકાએ સાથે યુદ્ધાભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો:- ખુશખબર! કોરોના વેક્સિનની એક નહીં ત્રણ રસી લગભગ તૈયાર, જાણો ક્યારે તમારી પાસે પહોંચશે
ભારત-અમેરિકા સમુદ્ર મંથનથી બેઇજિંગમાં ટેન્શન!
ચીની સામે હવે દરરોજ કંઇક એવું થઇ રહ્યું છે જેને જોઇને અને સાંભળીને શી જિનપિંગને બેચેની જરીર થતી હશે. ચીનને અહેસાસ થઇ ગયો છે કે, તેણે ગલવાનમાં ભારતને છંછેડીને બહુ મોટી ભુલ કરી છે. કેમ કે, હવે ચીનની આર્ટ ઓફ વોર પર મોદીનો પ્રહાર ભારે પડી રહ્યો છે. આ પહેલા અમે તમને જણાવી દઇએ કે, ભારતે ચીનને ઘરવાની બ્લૂપ્રિન્ટ બનાવી છે. તે પહેલા તમે આ જાણી લો કે, ચીનની આર્ટ ઓફ વોર્ડ નીતિ શું છે.
આ પણ વાંચો:- સારા સમાચાર: કોરોના વેક્સીન બનાવવામાં જે રેસમાં છે સૌથી આગળ, પ્રથમ હ્યૂમન ટ્રાયલ સફળ
ચીનમાં 2500 વર્ષ પહેલા યુદ્ધ રણનીતિકાર સુન જૂએ 'ધ આર્ટ ઓફ વોર' (Art Of War)નામથી પુસ્તક લખી હતી. આ પુસ્તકના 13માં અધ્યાયમાં જંગમાં જીતવાની રીત જણાવવામાં આવી છે. ચીનને લાગ્યું હશે કે તે હિન્દુસ્તાનની સામે પણ આ આર્ટ ઓફ વોરનો ઉપયોગ કરશે અને સફળતા હાંસલ કરશે. ચીનથી ભારતને ઓળખવામાં ભુલ થઇ છે. ચીનને ગલવાનનું મોટું નુકસાન ભોગવવું પડશે.
આ પણ વાંચો:- શું પ્રોટીનથી થઇ શકે છે કોરોનાની સારવાર? વૈજ્ઞાનિકોએ કર્યો ટ્રાયલ અને મળી સફળતા
ચીનને ઘરેવા માટે ભારતની વ્યૂહરચના
અમેરિકાના સૌથી મોટા યુદ્ધ જહાજોમાંથી એક નિમિત્ઝ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર આંદમાન-નિકોબારમાં ભારતીય નૌસેના સાથે યુદ્ધાભ્યાસ કરવા પહ્યું છે. ચીનને ઘેરવા માટે ભારતે 108 વધારાના બોફોર્સ ટેંકને પણ તેનાત કરી છે. રાફેલ લડાકુ વિમાન પણ ટુંક સમયમાં ભારત પહોંચી રહ્યાં છે. હિંદ મહાસાગરમાં પણ ભારતીય વાયુસેનાએ જગુઆર લડાકુ વિમાનોની તેનાતી કરી છે. આ જગુઆર વિમાન ઘાત હાર્પૂન મિસાઇલથી સજ્જ છે. હાર્પૂન મિસાઇલ એન્ટી શિપ મિસાઇલ છે જે દુશ્મનના જંગી જહાજોને નષ્ટ કરવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube