ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજાને ટ્રમ્પે આપી માન્યતા, સીરિયાએ કર્યો વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વિવાદિત ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલની સાર્વભૌમત્વને માન્યતા આપવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે. ઇઝરાયેલે 1967માં આ બોર્ડર વિસ્તારને સીરિયા પાસેથી છીનવી લીધુ હતું.
વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વિવાદિત ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલની સાર્વભૌમત્વને માન્યતા આપવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે. ઇઝરાયેલે 1967માં આ બોર્ડર વિસ્તારને સીરિયા પાસેથી છીનવી લીધુ હતું. વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહની સાથે ટ્રમ્પે કહ્યું, ‘આ નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો.’ અમેરિકાના આ વિસ્તાર પર ઇઝરાયેલના અંકુશની માન્યતાને દાયકાઓથી આ મુદ્દા પર ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ દ્વારા અટકાવવામાં આવી છે.
ટ્રમ્પના આ પગલા પર સીરિયાએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. સીરિયાએ કહ્યું કે આ પગલું તેના સાર્વભૌમત્વ પર તીખો હુમલો છે. સીરિયાની સરકારી સમાચાર એજન્સી સેનાના અનુસાર વિદેશ મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે, સીરિયાની સાર્વભૌમત્વ અને વિસ્તારીય અખંડતા પર એક તીખો હુમલો કરી અમેરિકાના રાષ્ટ્રપતિએ સીરિયાના ગોલન વિસ્તારના વિનાશની માન્યતા આપી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પની પાસે આ કબજાના વાજબી ઠેરવવાનો અધિકારી અને કાયદાકીય શક્તિ નથી.
(ઇનપુટ ભાષા)