વોશિંગ્ટન: કોરોના વાયરસની દવા તો હજુ શોધાઈ નથી પરંતુ દુનિયાભરમાં વાયરસ સંક્રમિતોની સારવારમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ થઈ રહ્યો છે. ખબર છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છેલ્લા કેટલાક દિવસોથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું સેવન કરી રહ્યાં છે. ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેઓ પોતાની જ સરકારની ચેતવણીઓ છતાં કોરોના વાયરસથી બચવા માટે મેલેરિયાની દવા લઈ રહ્યાં છે. હવે મંગળવારે ટ્રમ્પે પોતે આ દવા લેવાની વાત પર પોતાનો બચાવ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મુદ્દે અમેરિકા બાદ હવે આ શક્તિશાળી દેશ સાથે વધ્યો ચીનનો વિવાદ, બંને આમને સામને 


હાઈડ્રોક્સીક્લોરોક્વીન અંગે ટ્રમ્પે વોશિંગ્ટનમાં કહ્યું કે, 'લોકો હવે પોતાનુ મન બનાવી રહ્યાં છે. મને લાગે છે કે તે તમને વધારાની સુરક્ષા આપે છે.' અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કોવિડ 19ના દર્દીઓની સારવારમાં આ દવાના ઉપયોગની સાથે થનારી ગંભીર આડ અસરો અંગે ચેતવણી આપેલી છે. 


થોડા સમય પહેલા ટ્રમ્પે એક સકારાત્મક રિપોર્ટના આધારે આ દવાને વાયરસના સંભવિત ઈલાજ તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ દવા કારગર નહતી. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનને WHOમાં મળી અત્યંત મહત્વની જવાબદારી


વ્હાઈટ હાઉસના ફિઝિશિયન સીન કોનલેએ સોમવારે મોડી રાતે એક નિવેદનમાં જણાવ્યું કે આ દવાને લઈને તેના ફાયદા અને નુકસાન અંગે તેમની રાષ્ટ્રપતિ સાથે ચર્ચા થઈ છે. અને તેઓ એ વાતથી સહમત છે કે આ દવાની સારવારથી સંભવિત લાભ તેના જોખમ કરતા વધુ મહત્વના છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube