રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો દવાઓનો ભાવ ઓછો કરવાનો આદેશ, અમેરિકાના નાગરિકોને થશે ફાયદો
અમેરિકામાં હવે ડોક્ટર દ્વારા લખવામાં આવેલી દવાઓને ખરીદવા પર અમેરિકાના નાગરિકોએ ઓછા પૈસા ખર્ચવા પડશે.
વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચાર આદેશો પર હસ્તાક્ષર કર્યા, જે દવાઓની કિંમતોમાં કમી લાવવા પર સંબંધિત હતા. અમેરિકામાં હવે ડોક્ટર દ્વારા લખવામાં આવેલી દવાઓને ખરીદવા પર અમેરિકાના નાગરિકોએ ઓછા પૈસા ખર્ચવા પડશે. તેવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પે આ નિર્ણય હાલના સમયે તે માટે લીધો કારણ કે ચૂંટણી પહેલા તેઓ કોરોના મહામારીને યોગ્ય રીતે કાબુમાં ન કરી શકવાને કારણે ટીકાનો સામનો કરી રહ્યાં છે.
આ તકે ટ્રમ્પે કહ્યુ કે, એક આદેશ કેનેડા જેના દેશોમાંથી સસ્તી દવાઓ કાયદાકીય આયાત માટે મંજૂરી આપશે, જ્યારે બીજા આદેશથી દના કંપનીઓ છૂટ મળશે જે વચ્ચેટીયાઓથી થઈને રોગીઓ સુધી જશે.
રોયટર્સની માહિતી પ્રમાણે ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા એક અન્ય આદેશ ઇંસુલિનની કિંમત ઓછી કરવા માટે છે. જ્યારે ચોથો આદેશ એવો છે જે દવા કંપનીઓની સાથે વાતચીત સફળ થઈ જાય છે તો લાગૂ કરવાની જરૂર પડશે નહીં. ટ્રમ્પે કહ્યુ રે જો આમ થાય તો મેડિકેયરને તે કિંમત પર દવાઓ ખરીદવા માટે ઉપલબ્ધ થશે જેના પર અન્ય દેશ વેચે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે ટોચની દવા કંપનીઓના અઘિકારીઓને એક બેઠક માટે વિનંતી કરવામાં આવી છે જેથી તે ચર્ચા કરી શકે કે દવાઓની કિંમતો કઈ રીતે ઓછી કરી શકાય. ટ્રમ્પે દસ્તાવેજો પર સહી કરતા પહેલા કહ્યું કે, અમે દર્દીને લોબીસ્ટોની પહેલા રાખી રહ્યાં છીએ. વરિષ્ઠ નાગરિકોને અમારા વિશેષ હિતોની પહેલા રાખી રહ્યાં છીએ અને અમે પહેલા અમેરિકાને રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વધતા કોરોનાના કેસને કારણે ટ્રમ્પની ખુબ આલોચના થઈ રહી છે. શુક્રવારે તેમણે કહ્યું કે, વ્હાઇટ હાઉસ જલદી એક હેલ્થકેર બિલનો પ્રસ્તાવ પણ જારી કરશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube