એરિઝોના: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એરિઝોનામાં એક નવી માસ્ક ફેક્ટરીની મુલાકાત લીધી. પરંતુ આ ફેક્ટરીની મુલાકાત  દરમિયાન તેમણે પોતે માસ્ક પહેરેલો ન હતો. ટ્રમ્પ ઘણા સમય બાદ વોશિંગ્ટનથી બહાર ગયા અને સ્વાસ્થ્યકર્મીઓ માટે એન95 ફેસ માસ્ક બનાવતી ફેક્ટરી હનીવેલ ઈન્ટરનેશનલની મુલાકાત લીધી. આ ફેક્ટરી અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ માટે ફેસ માસ્ક બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના: ટ્રમ્પે અમેરિકી નાગરિકોને વોરિયર્સ ગણાવીને શટડાઉન ખોલી નાખવાની કરી વાત


ફેક્ટરીની મુલાકાત વખતે ટ્રમ્પે સેફ્ટી ગોગલ તો પહેરી રાખ્યા હતાં પરંતુ માસ્ક જ પહેર્યુ નહતું. જ્યારે ફેક્ટરીના કર્મચારીઓએ માસ્ક પહેર્યા હતાં અને ત્યાં લખ્યું પણ હતું કે ધ્યાન આપો: આ વિસ્તારમાં માસ્ક પહેરવું જરૂરી છે. ધન્યવાદ!


એટલું જ નહીં તેમની સાથે હનીવેલના મુખ્ય કાર્યકારી અધિકારી ડેરિયસ એડમઝીક, વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝ અને કેટલાક ગણમાન્ય વ્યક્તિઓએ પણ માસ્ક પહેર્યા નહતાં. 


સરકારે એપ્રિલની શરૂઆતથી જ અમેરિકનોને કોવિડ 19ના કોઈ લક્ષણો ન હોય તો પણ માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેનાથી વાયરસને ફેલાતો અટકાવી શકાય. આમ છતાં ટ્રમ્પ અત્યાર સુધી પોતાના ચહેરાને ઢાંકવાની ના જ પાડતા આવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube