જકાર્તા: ઈન્ડોનેશિયાના અનાક ક્રેકાટોઆ જ્વાળામુખીની સક્રિયતાને જોતા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને દરિયાકિનારેથી દૂર રહેવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અહીં ફરીથી સુનામી કહેર વર્તાવી શકે છે. દેશમાં શનિવારે સુનામીએ મચાવેલા તાંડવમાં મૃત્યુઆંક વધીને 281 થયો છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા સુતોપો પુરવો નુગરોહોએ કહ્યું કે મૃતકોની સંખ્યા અને નુકસાન બંનેમાં વધારો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુતોપો પુરવો નુગરોહોએ જાવામાં કહ્યું કે હવામાન ખાતા, જળવાયું વિજ્ઞાન અને ભૂભૌતિકીય એજન્સી તરફથી સૂચન છે કે લોકોએ દરિયાકાંઠાથી અંતર જાળવવું જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિમાં સામેલ થવું નહીં. તેમણે કહ્યું કે અનાક ક્રેકાટોઆ જ્વાળામુખી ફરીથી સક્રિય થવાના કારણે ત્યાં ફરી સુનામી આવવાની શક્યતા છે. 


ચાર્ટર્ડ વિમાનથી શૂટ કરાયેલા વીડિયોમાં સુમાત્રા અને જાવા વચ્ચે સુંડા સ્ટ્રેટમાં મચેલી તબાહી કેમેરામાં કેદ થઈ છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરતા લોકોને ધૈર્ય જાળવવાનો આગ્રહ કર્યો છે. રસ્તાઓ બંધ હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી છે. પીડિતોની શોધમાં મદદ માટે ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ હટાવવા માટે મોટા ઉપકરણો લાવવામાં આવી રહ્યાં છે. 


શુક્રવારે જ્વાળામુખી 2 મિનિટ અને 12 સેકન્ડ માટે ફાટ્યો અને તેમાંથી નીકળેલા ધુમાડો 400 મીટર સુધી ગોટેગોટામાં ફેરવાયો. સુનામીના કારણે મોટી સંખ્યામાં ઈમારતો નષ્ટ થઈ, લહેરોમાં કાર વહી ગઈ અને તાનજુંગ લેસુંગ બીચ રિસોર્ટ સહિત અનેક લોકપ્રિય પર્યટન સ્થળોમાં ઝાડ મૂળમાંથી ઉખડી ગયાં. 


ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીની લહેરોનું તાંડવ, 168 લોકોના મોત


સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો ફૂટેજમાં સમુદ્રની એક મોટી લહેરને રિસોર્ટને તબાહ કરતી જોઈ શકા છે. આ રિસોર્ટમાં ઈન્ડોનેશિયાનું એક લોકપ્રિય બેન્ડ સેવન્ટિન પરફોર્મ કરી રહ્યું હતું. જે સુનામીમાં વહી ગયું. અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ વિદેશી નાગરિકના મોતની જાણકારી નથી. 


એજન્સીએ જણાવ્યું કે 'અનાક ક્રાકાટોઆ' કે 'ક્રાકાટોઆનો બાળક' જ્વાળામુખીના ફાટ્યા બાદ શનિવારે સ્થાનિક સમય મુજબ રાતે સાડા નવ વાગ્યે સુમાત્રા અને પશ્ચિમ જાવાની પાસેના સમુદ્રની ઊંચી લહેરો દરિયાકાંઠાને ઓળંગીને આગળ વધી. જેમાં સેંકડો મકાનો તબાહ થયા. લોકોની શોધખોળ અને બચાવ માટે અભિયાન તેજ કરાયું છે. 


VIDEO : 'પોપ બેન્ડ'ના લાઈવ પરફોર્મન્સ પર નાચી રહ્યા હતા લોકો, અચાનક આવી સુનામી અને.....


ઈન્ડોનેશિયાના હવામાન, વિજ્ઞાન અને ભૂભૌતિકી એજન્સીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીના ફાટ્યા બાદ સમુદ્ર નીચે મચેલી તીવ્ર હલચલ સુનામીના કારણે હોઈ શકે છે. તેમણે ઊંચી ઉઠેલી લહેરો માટે એક કારણે પુનમના ચંદ્રને પણ ગણાવ્યું. આંતરરાષ્ટ્રીય સુનામી ચૂચના કેન્દ્ર મુજબ જ્વાળામુખી ફાટવાની ઘટના દુર્લભ છે. કદાચ તે 'સ્લોપ ફેલ્યર'ના કારણે થઈ હોઈ શકે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...