ઝી બ્યુરો/નવી દિલ્હી: તમને આ એક ચમત્કાર જ લાગશે પણ આ વાસ્તવિકતા છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ પછી તમે ઘણી એવી તસવીરો જોઈ હશે જે હ્રદયને હચમચાવી નાખશે. ચારે બાજુ લાશોના ઢગલા છે. હોસ્પિટલોમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી. કોઈનો આખો પરિવાર છીનવાઈ ગયો છે તો કોઈ વ્યક્તિ હવે એકલો પડી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IDBI બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર બનવાનો ગોલ્ડન ચાન્સ, પગાર મળશે અધધ...


ઘણા લોકો કરોડપતિમાંથી રોડપતિ બની ગયા છે. લોકોનાં હવે ખાવાંના પણ ફાંફા છે. વિશ્વના 100 થી વધુ દેશોએ બચાવકર્તા મોકલ્યા છે. જેઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ દરમિયાન અનેક ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે. એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં 278 કલાક સુધી કાટમાળમાં રહ્યાં બાદ એક વ્યક્તિને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે.


પરણિત મહિલા સાથે પ્રેમીએ માણ્યું શરીરસુખ,લાગણી વશ લાખોનો વહીવટ, પછી શરૂ થયો અસલી ખેલ


BBCના અહેવાલ મુજબ, દેશમાં ભૂકંપ આવ્યાના 11 દિવસ બાદ તુર્કીમાં બચાવકર્મીઓએ ઓછામાં ઓછા ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પીડિતાનું નામ હકાન યાસીનોગ્લુ છે, જે હટે પ્રાંતમાં એક ઈમારત નીચે ફસાઈ ગયો હતો. શુક્રવારે 278 કલાક પછી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. 


એક યુવતી સાથે 4 વ્યક્તિઓ માણી રહ્યા હતા સેક્સ, નિર્દોષને રંગરેલિયા જોવા ભારે પડયા!


તુર્કીમાં બે મોટા ભૂકંપના 261 કલાક બાદ કાટમાળમાંથી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અનાદોલુ એજન્સી અનુસાર, 26 વર્ષીય મેહમત અલી સાકીરોગ્લુ અને 34 વર્ષીય મુસ્તફા અવસીને ગુરુવારે રાત્રે અંતાક્યા જિલ્લામાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


6 ફેબ્રુઆરી, 2023 ના રોજ 7.8ની તીવ્રતા સાથે તીવ્ર ભૂકંપ (તુર્કી-સીરિયા ભૂકંપ) એ ભારે વિનાશ સર્જ્યો હતો. બંને દેશોમાં મૃત્યુઆંક 45,000ને વટાવી ગયો છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ કાટમાળમાંથી ઘણા લોકોને જીવતા બહાર કાઢી રહ્યા છે. બચાવના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 


સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી


વિનાશ વચ્ચે ઘણા ચમત્કારો જોવા મળ્યા છે, જ્યારે 100-200 કલાકથી વધુ સમય પછી કાટમાળમાંથી ઘણાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.