એક સમયે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક હતો આ દેશ, આજે છે ભારતની સાથે
તુર્કી આજે વિશ્વનો એક એવો દેશ છે જે ઈસ્લામ ધર્મની બહુમતીવાળો દેશ હોવા છતા એક આધુનિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ત્યાં મોટાભાગે મુસ્લિમ લોકો છે પરંતુ આમ છતાં ત્યાની શાસન વ્યવસ્થામાં ઈસ્લામ કે ધાર્મિક હસ્તક્ષેપ નથી.
નવી દિલ્હી: તુર્કી આજે વિશ્વનો એક એવો દેશ છે જે ઈસ્લામ ધર્મની બહુમતીવાળો દેશ હોવા છતા એક આધુનિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ત્યાં મોટાભાગે મુસ્લિમ લોકો છે પરંતુ આમ છતાં ત્યાની શાસન વ્યવસ્થામાં ઈસ્લામ કે ધાર્મિક હસ્તક્ષેપ નથી. આજે આ દેશ કટ્ટર ઈસ્લામી દેશો, ખાસ કરીને અરબ દેશોનો વિરોધ ઝેલી રહ્યો છે. પરંતુ આમ છતાં આજે તુર્કીએ પોતાની ખાસ સંસ્કૃતિ જાલવીને દુનિયામાં પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. હાલના દિવસોમાં તુર્કી અમેરિકાની નારાજગી પણ ઝેલી રહ્યું છે. આતંરિક રાજકીય સંઘર્ષો વર્ષોથી ચાલુ છે. આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે સાથે તુર્કીને પણ અમેરિકાની જીએસપીની સૂચિમાંથી હટાવવાની વકીલાત કરી છે. તુર્કી પાકિસ્તાનનું ઘોર સમર્થક રહ્યું છે. તેણે ખુલીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન જાહેર કરેલુ હતું. પરંતુ હવે હાલાત બદલાઈ ગયા છે.
પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે સ્થિત આ દેશ ભૌગોલિક રીતે બંને જ મહાદ્વીપમાં આવે છે. તેનો મોટાભાગનો વિસ્તાર એશિયામાં છે. તુર્કીનું અધિકૃત નામ રિપબ્લિક ઓફ ટર્કી એટલે કે તુર્કી ગણરાજ્ય છે. એક સમયે ઓટોમન સામ્રાજ્યનું કેન્દ્ર બિન્દુ રહેલા તુર્કીને કામાલ આતાતુર્કે 1920ના દાયકામાં આધુનિક ધર્મ નિરપેક્ષ ગણરાજ્ય બનાવ્યું. આ વિસ્તારમાં યુરોપ અને પશ્ચિમ એશિયા બંનેનો પ્રભાવ રહેવાના કારણે ઘણા સમય સુધી તે વિસ્તાર સંઘર્ષમાં પરોવાયેલો રહ્યો. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચેના સંઘર્ષમાં આ દેશ ભીસાતો રહ્યો છે. ભૂ-રણનીતિક રીતે આ વિસ્તાર ખુબ મહત્વનો છે. યુરોપ અને એશિયા માટે લાંબા સમય સુધી તે એક બીજાનો પ્રવેશ દ્વાર રહ્યું છે.
તુર્કી અને ખિલાફત આંદોલન
તુર્કીનો ઈતિહાસ જોઈએ તો આમ તો તેની સંસ્કૃતિ સદીઓ જૂની છે. પરંતુ વીસમી સદીની શરૂઆતથી જ તુર્કીમાં યુવા તુર્ક ક્રાંતિના પગલે ફેરફારનો માહોલ બન્યો હતો. આ આંદોલનને જો કે તુર્કી સેનાએ દબાવી દીધુ હતું. 1912માં તુર્કી વિરુદ્ધ ઈટાલી અને બાલ્કન યુદ્ધોમાં બ્રિટનનું આવવું, મુસ્લિમ દેશોને તેમની ઈસ્લામ સંસ્કૃતિ પર હુમલા જેવું લાગ્યું. દુનિયાભરમાં બ્રિટને તેનો વિરોધ ઝેલવો પડ્યો હતો. જેમાં ભારતના મુસલમાનો પણ અંગ્રેજોથી નારાજ થયા. પ્રથમ વિશ્વ યુદ્ધમાં તુર્કીએ જર્મનીનો સાથ આપ્યો જેના વિરુદ્ધ બ્રિટને પણ આ યુદ્ધમાં લડાઈ લડી. તેનાથી ભારતીય મુસલમાનોની અંગ્રેજો પ્રત્યે નારાજગી વધી ગઈ. 1919માં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડ, રોલેટ એક્ટ જેવી અનેક ઘટનાઓએ ભારતમાં બ્રિટનના વિરોધમાં એક મોટું જનમાનસ તૈયાર કર્યું. આવામાં તુર્કીમાં ઈસ્લામના મુખિયા ગણાતા ખલીફાના પદની પુર્ન સ્થાપના કરાવવા માટે અંગ્રેજો પર દબાણ વધારવા ખિલાફત આંદોલનની ભારતમાં શરૂઆતમાં આઝાદીની ભાવનાઓ પણ તેમાં સામેલ થવાથી ગાંધીજીએ આંદોલનના નેતૃત્વનો સ્વીકાર કર્યો હતો. સપ્ટેમ્બર 1920માં કોંગ્રેસના વિશેષ અધિવેશને અસહયોગ આંદોલનમાં બે મોટી માગણી પણ મૂકી, સ્વરાજ્ય અને ખિલાફત આંદોલન સંબંધિત માગણી. 1922માં મુસ્તફા કમાલ પાશાએ ખલીફા પદના રાજકીય અધિકાર ઘણા ઓછા કરી નાખ્યા અને અંગ્રેજો વિરુદ્ધ તે ખિલાફત આંદોલન ધીરે ધીરે પોતે જ ખતમ થઈ ગયું.
આધુનિક તુર્કી
1919માં મુસ્તફા કમાલ પાશા (અતાતુર્ક)એ દેશના આધુનિકરણની શરૂઆત કરી હતી. તેમણે શિક્ષા, પ્રશાસન, ધર્મ વગેરેના વિસ્તારોમાં પરંપરાઓ છોડીને આધુનિક રાષ્ટ્ર તરીકે તુર્કીને સ્થાપિત કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં તુર્કી તટસ્થ રહ્યું. 1945માં સયુંક્ત રાષ્ટ્રસંઘનો સભ્ય બન્યા બાદ તુર્કી નાટો અને બાલ્કન પેક્ટનો સભ્ય છે. 1950થી 1960 વચ્ચે તે લોકતંત્ર રહ્યું. ત્યારબાદ સેનાએ જનરલ સુરસૈલના નેતૃત્વમાં સત્તાપલટો કર્યો અને નવું બંધારણ લાગુ કર્યું ત્યારબાદ ઉદારીકરણ અને ઉન્નતિ જોવા મળી. પરંતુ 1960ના અંતિમ વર્ષોમાં દેશમાં હિંસા વધી.
1970 બાદ સૈન્ય હસ્તક્ષેપ વધ્યો અને નબળી સરકારો દેશમાં રાજકીય હિંસા પર લગામ ન લગાવી શકી. આ દરમિયાન મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો. 1980માં સૈન્ય સત્તાપલટા બાદ ફરી એવાર 1982માં દેશને નવું બંધારણ મળ્યું. ત્યારબાદ કુર્દિસ્તાનની માગણી ઉઠી. કુર્દ મૂળના લોકોએ હિંસાનો રસ્તો અપનાવ્યો. ત્યારબાદ હિંસાને દબાવવા માટે સેનાએ આગળ આવવું પડ્યું.
રાજકીય સંઘર્ષ 21મી સદીમાં પણ ચાલુ રહ્યો. અમેરિકાને ઈરાક યુદ્ધ માટે પોતાની જમીનનો ઉપયોગ ન કરવા દેવો, ઈસ્તંબુલમાં આતંકી હુમલો, નવી લીરા મુદ્રાનું ચલણ, 2010 બાદ તુર્કીની સરહદે સીરિયાઈ શરણાર્થીઓનો જમાવડો, બંધારણમાં સુધાર, કુર્દ ભાષાને માન્યતા જેવા મહત્વપૂર્ણ ઘટનાક્રમો પણ જોવા મળ્યાં. 2014માં વડાપ્રધાન રજત તૈયબ એર્દોગાન દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યાં. ત્યારબાદ પોતાની શક્તિઓ વધારવા માટેના જનમત સંગ્રહમાં તેઓ નિષ્ફળ રહ્યાં પરંતુ તેમને 2017માં ઓછા અંતર પણ જનમત સંગ્રહ જીતવામાં સફળતા મળી હતી. આ દરમિયાન તુર્કીએ સીરિયામાં આઈએસ વિરુદ્ધ હુમલો કર્યો અને ત્યારબાદ કુર્દ વિદ્રોહીઓ ઉપર પણ કાર્યવાહી કરી. રાષ્ટ્રપિત એર્દોગાને એકવાર ફરીથી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી.
આજે તુર્કી છે ધર્મનિરપેક્ષ
આજે તુર્કી એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ત્યાંના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાનું વચન અપાયું છે. મુસલમાનોમાં સુન્ની બહુમતીવાળા છે. અહીંની ભાષા તુર્કી છે જેમાં 1928ના ભાષાસુધાર આંદોલન બાદ અરબી લિપિની જગ્યાએ રોમન લિપિનો ઉપયોગ થવા લાગ્યો. અહીંની વસ્તી લગભગ 8 કરોડ છે. અંકારા ત્યાની રાજધાની છે. પરંતુ ઈસ્તંબુલ મુખ્ય શહેર છે જે એશિયા અને યુરોપને જોડે છે.
તુર્કીના પ્રમુખ ઉદ્યોગોમાં કપડાં, ઓટોમોબાઈલ, ખાદ્ય ઉત્પાદનો, કોલસા, તાંબુ, સ્ટિલ પેટ્રોલિયમ, નિર્માણ સામેલ છે. અહીં એ પણ સ્પષ્ટ કરવું પડે કે અમેરિકાએ ભારતની જેમ તુર્કી પાસેથી પણ જીએસપી (જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ)નો દરજ્જો છીનવી લેવાની વાત કરી છે.
ભારત અને તુર્કી
ભારત અને તુર્કી વચ્ચે પહેલા સંબંધો સારા નહતાં. કોલ્ડ વોરમાં તુર્કી અમેરિકાનું સાથી રહ્યું હતું જ્યારે ભારત એક જૂથ નિરપેક્ષ દેશ હોવાના કારણે તુર્કી સાથે અંતર રહ્યું. તે ભારતની પરમાણુ આપૂર્તિકર્તા સમૂહની સભ્યતાના દાવાનો પણ વિરોધ કરતું રહ્યું છે. આ ઉપરાંત તુર્કી પાકિસ્તાનનું ઘોર સમર્થક રહ્યું છે. તેણે ખુલીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન જાહેર કરેલુ છે. પરંતુ હવે હાલાત બદલાઈ ગયા છે. હવે બંને દશો વચ્ચે જોઈન્ટ સ્ટ્રેટેજિક લક્ષ્યાંકો છે. હવે બંને દેશો વચ્ચે શિક્ષણ, ટેક્નોલોજી અને વ્યાપારમાં સહયોગ વધ્યો છે. એટલે સુધી કે કાશ્મીર મુદ્દે પણ તુર્કી હવે ભારતના પક્ષમાં છે. બને દેશ જી 20ના સભ્ય છે. આપસી વ્યાપાર ઝડપથી વધી રહ્યો છે. આજે તુર્કી પણ ભારતની જેમ આતંકી હુમલાનો ભોગ બનેલુ છે.
વર્તમાન સ્થિતિ
આજે તુર્કી અનેક સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યું છે. પૂર્વમાં કુર્દ વિદ્રોહીઓને કચડવાના તેના પ્રયત્નો સામે અમેરિકા ચેતવણીઓ આપી રહ્યું છે. અર્થવ્યવસ્થાની હાલાત પણ ખરાબ છે. આર્થિક મંદી ચરમસીમાએ છે. બેરોજગારી અને મોંઘવારી વધવાથી અસંતોષ વધી રહ્યો છે. આંતરિક રાજકીય સંઘર્ષ ચાલુ છે. અમેરિકા અને ખાસ કરીને પશ્ચિમ એશિયાઈ દેશો સાથે પણ તેના સંબંધો સારા નથી. સાઉદી અરબના મૂળ પત્રકાર જમાલ ખાગોશીની પોતાના જ દેશમાં હત્યાથી તુર્કી અકળાયેલું છે. તુર્કી પશ્ચિમ એશિયામાં અમેરિકાનો હસ્તક્ષેપ પસંદ કરતું નથી. નાટોનો સભ્ય હોવા છતાં હાલ તુર્કી અમેરિકાથી નારાજ છે અને રશિયાની નજીક છે. તેના વિસ્તારમાં કુર્દ વિદ્રોહીઓને અમેરિકાનું સમર્થન છે. કારણ કે તેમણે આઈએસ વિરુદ્ધ અમેરિકા અને સીરિયા સરકારની મદદ કરી હતી.