Photos: આ મંદિરમાં છે નરકનો દરવાજો, અંદર પ્રવેશતા જ મળે છે મોત!
Gate of Hell: આમ તો આપણે દુનિયામાં અનેક ચિત્ર વિચિત્ર જગ્યાઓ વિશે સાંભળ્યું હોય છે. જ્યાં રહસ્યમય કારનામા થતા રહે છે.
Gate of Hell: આમ તો આપણે દુનિયામાં અનેક ચિત્ર વિચિત્ર જગ્યાઓ વિશે સાંભળ્યું હોય છે. જ્યાં રહસ્યમય કારનામા થતા રહે છે. આવી જ એક જગ્યા તુર્કીમાં છે. આ જગ્યા એક મંદિર છે. જેના વિશે દાવો કરાય છે કે અહીં જે જાય છે તે ક્યારેય પાછું ફરતું નથી. આવો જાણીએ આખરે એવું તો શું છે અહીં કે જે લોકોને મોતના મુખમાં લઈ જાય છે.
નરકનો દરવાજો
તુર્કીમાં એક મંદિર છે જે પ્રાચીન શહેર હેરાપોલીસમાં આવેલું છે. આ પ્રાચીન મંદિર વિશે કહેવાય છે કે ત્યાં નરકનો દરવાજો છે. એવી માન્યતા છે કે જો કોઈ માણસ આ મંદિરમાં જતો રહે તો તેની લાશ પણ હાથમાં આવતી નથી.
માણસો તો ઠીક જાનવરો પણ જીવતા નથી બચતા!
સાયન્સ અલર્ટ ડોટ કોમના રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સમયથી અહીં રહસ્યમય રીતે મોત થતી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે માણસો ઉપરાંત આ મંદિરના સંપર્કમાં જો કોઈ પશુ પક્ષી કે જાનવર આવે તો તે પણ જીવિત રહેતા નથી. આ જ કારણ છે કે લોકો તેને ધ ગેટ ઓફ હેલ એટલે કે નરકનો દરવાજો કહે છે.
આ છે માન્યતા
આ મંદિર વિશે એવી માન્યતા છે કે લોકોના મોત યુનાની દેવતાના ઝેરીલા શ્વાસના કારણ થાય છે. ગ્રીક રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ આ મંદિરની પાસે ગયો તો તેનું માથું વાઢી નાખવામાં આવશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube