નવી દિલ્હીઃ Turkiye-Syria Earthquake Effect: પશ્ચિમી એશિયન દેશો તુર્કિએ (Turkiye) અને સીરિયા (Syria)માં સોમવાર (6 ફેબ્રુઆરી) ના આવેલા ભૂકંપે મોતનું તાંડવ મચાવી દીધું. ભૂકંપની ઝપેટમાં આવવાથી હજારો લોકોના મોત થયા છે. બંને દેશમાં અત્યાર સુધી 5 હજારથી વધુ મોતોની પુષ્ટિ થઈ ચુકી છે. 20 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ મોટો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7.8ની તીવ્રતાના ભૂકંપે આ બંને દેશો માટે મુશ્કેલી ઉભી કરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે કહ્યું કે 7.8 તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત લોકોની સંખ્યા કરોડોમાં હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા અને દક્ષિણ તુર્કી (તુર્કી) માં વિનાશકારી ભૂકંપ પછી રાહત-બચાવકર્મીઓની મોટી જરૂરીયાત છે. 


આ પણ વાંચોઃ OMG..! આ છે દુનિયાના સૌથી મોંઘા ઘર, કિંમત એટલી છે કે બની જાય એક નવો દેશ


તુર્કીએ 3 મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પ્રચંડ ભૂકંપથી પ્રભાવિત 10 પ્રાંતોમાં 3 મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તુર્કીની અનાદોલુ ન્યૂઝ એજન્સીએ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ બંને દેશો તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધીને 5,151 થઈ ગયો છે.


ગૃહયુદ્ધ અને કોલેરા સંકટના કારણે સીરિયાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે
ડબ્લ્યુએચઓના વરિષ્ઠ કટોકટી અધિકારી, એડેલહેડ માર્શંગે જણાવ્યું હતું કે તુર્કીમાં કટોકટીનો પ્રતિસાદ આપવાની મજબૂત ક્ષમતા છે, પરંતુ સીરિયાને તાકીદે વધુ મદદની જરૂર છે, કારણ કે તે પહેલાથી જ વર્ષોના ગૃહ યુદ્ધ અને કોલેરા ફાટી નીકળવાના કારણે માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે. જિનીવામાં સંસ્થાની બોર્ડ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે, "આ કટોકટી ઉક્ત અસરગ્રસ્ત પ્રદેશમાં ઘણા સંકટોની ટોચ પર આવી છે."


આ પણ વાંચોઃ તુર્કીનું એક Ghost village, દરેક ઘરમાં પુલ ઝકૂઝી છતા 600 મકાન ખાલી?


સીરિયાની પાસે માનવ સંસાધન ખુબ ઓછા
વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું- સીરિયામાં લગભગ 12 વર્ષોના લાંબા, જટિલ સંકટ બાદ જરૂરીયાત સૌથી વધુ છે, જ્યારે માનવીય સહાયતામાં કમી જારી છે. તેમણે કહ્યું કે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં 1.4 મિલિયન બાળકો સહિત લગભગ 23 મિલિયન લોકોના પ્રભાવિત થવાની સંભાવના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube