તાન્ઝાનિયાના ચર્ચમાં ભાગદોડ, 20 લોકોના મોત, તેલના અભિષેક માટે ભીડ બની બેકાબૂ
કિલીમંજારો પર્વતના ઢાળ પર સ્થિત મોશી શહેરના કમિશનર વારિઓબિયાએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે એક સ્ટેડિયમમાં થઈ હતી.
નાઇરોબીઃ Tanzania church Stampede તાન્ઝાનિયાના એક ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન ભાગદોડ મચવાથી 20 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકોને ઈજા પહોંચી છે. સમાચાર એજન્સી એએફપીએ મોશી શહેરના જિલ્લા કમિશનર કિપ્પી વારિઓબિયા (Kippi Warioba)ના હવાલાથી જણાવ્યું કે દેશના ઉત્તરી વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનામાં 20 લોકોના મોત સિવાય અન્ય ઈજાગ્રસ્ત પણ થયા છે. તેવામાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
કિલીમંજારો પર્વતના ઢાળ પર સ્થિત મોશી શહેરના કમિશનર વારિઓબિયાએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે એક સ્ટેડિયમમાં થઈ હતી. સેંકડોની સંખ્યામાં લોકો પાદરી બોનિફેસ મવામપોસાના નેતૃત્વમાં થઈ રહેલી પ્રાર્થના સભામાં ભાગ લઈ રહ્યાં હતા. આ દરમિયાન પાદરીએ જમીન પર થોડી માત્રામાં તેલ રેડ્યું અને દાવો કર્યો કે તેના સ્પર્શથી ન માત્ર ઘરોમાં સમૃદ્ધિ આવે છે પરંતુ દરેક પ્રકારની બીમારી પણ ચાલી જાય છે. ત્યારબાદ પવિત્ર તેલથી અભિષેક માટે ભીડ બેકાબૂ થઈ અને ભાગદોડ મચી હતી.
એક પ્રત્યક્ષજદર્શીએ જણાવ્યું કે, ભાગદોડનું દ્રષ્ટ ખુબ ભયાનક હતું. લોકો મોટી નિર્દયકાથી એકબીજાને કચડતા તેલનો સ્પર્શ કરવા બેકાબૂ બની રહ્યાં હતા. તો ભાગદોડ થવાની સાથે પાદરી નાશી છૂટ્યો હતો. તાન્ઝાનિયાના પોલીસ પ્રમુખ સાઇમન સિરોએ કહ્યું, પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પાદરીએ પોલીસની સામે આત્મસમર્પણ કરી દેવું જોઈએ. તાન્ઝાનિયામાં હાલના વર્ષોમાં ચમત્કારોનો દાવો કરનારા પાદરીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. તે લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની સાથે તેને દરેક પ્રકારની બીમારીથી છૂટકારો અપાવવાનું વચન આપે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube