Twitter Deal Hold: એલન મસ્કની Twitter ડીલ અટકી, જાણો કયા કારણોસર અટકી રહ્યો છે સોદો?
Twitter Deal Hold: મસ્કે ગત અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેમાંથી તે $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી જ પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે.
નવી દિલ્હી: તાજેતરમાં એલોન મસ્કે ટ્વીટર ખરીદ્યું ત્યારથી અલગ અલગ ન્યૂઝ આવી રહ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે એલોન મસ્કે ટ્વીટર ડીલને હોલ્ડ પર રાખી દીધું છે. જોકે, ડીલ હંમેશાં માટે રોકવામાં આવી નથી, પરંતુ તેમણે ટેમ્પરેરી રીતે હોલ્ડ પર રાખ્યું છે. મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ કરવાનું કારણ સ્પૈમ બતાવ્યું છે. મસ્કે ગત મહિનાની શરૂઆતમાં 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદવાની ડીલ કરી હતી.
ડીલના રસ્તાનો અવરોધ બન્યો બોટ્સ
મસ્કે ગત અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેમાંથી તે $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી જ પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે. તેમણે ડીલ સમયે કહ્યું હતું કે જો આ ડીલ થશે તો તેમની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બોટ એકાઉન્ટને હટાવવાની રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube