મધરાતે `સાઈબર એટેક`: બિલ ગેટ્સ-બરાક ઓબામા, એલન મસ્ક સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેન્ડલ હેક
હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેમાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, ઉપર સહિત અનેક મહત્વના એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે.
નવી દિલ્હી: હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેમાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) , ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Baqrack Obama) , ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ(Apple), ઉપર સહિત અનેક મહત્વના એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે. એકાઉન્ટ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારના સંદેશ પોસ્ટ કરવામાં આવ્યાં છે. સંદેશાથી સ્પષ્ટ છે કે ક્રિપ્ટોકરન્સી સ્કેમના હેતુથી જ આવું કરાયું છે. જો કે ટ્વિટ તાબડતોબ ડિલિટ કરી દેવામાં આવી હતી. એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસના એકાઉન્ટથી પણ આવા મેસેજ કરાયા.
હેકર્સ તેમના એકાઉન્ટથી ટ્વિટ કરી રહ્યાં છે અને બિટકોઈન માંગી રહ્યાં છે. હેકર્સે માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું કે 'દરેક જણ મને પાછા આપવાનું કહી રહ્યાં છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી 30 મિનિટ સુધી બીટીસી એડ્રસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટને બમણું કરી રહ્યો છું. તમે મને એક હજાર ડોલર મોકલો અને હું તમને બે હજાર ડોલર પાછા મોકલીશ.'
એપલના એકાઉન્ટથી લખવામાં આવ્યું કે અમે તમને લોકોને ઘણું બધુ આપવા માંગીએ છીએ. આશા છે કે તમે સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો તેને ડબલ કરીને પાછા અપાશે. આ ફક્ટ 30 મિનિટ માટે જ છે.
એલન મસ્કના એકાઉન્ટથી મેસેજ શેર કરાયો કે કોવિડ 19ના કારણે હું લોકોના બિટ કોઈન ડબલ કરી આપું છું. આ બધા સુરક્ષિત છે. અમેરિકાના રાજકારણ સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને પણ આ રીતે મેસેજ કરાયા. જેમાં બરાક ઓબામા અને જો બિડનના નામ સામેલ છે.
જો કે પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં જ જો કે આ ટ્વિટ્સ ડિલિટ થઈ ગઈ છે. હજુ પણ એ જાણ નથી થઈ કે આખરે આટલી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને કોણે નિશાન બનાવ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube