સિંગાપુર: દિવાળી પર ભારતીયએ ફોડ્યા ફટાકડા, પોલીસે કરી ધરપકડ
કોર્ટમાં આરોપ સાબિત થવા પર તેમને બે વર્ષની સજા પણ થઇ શકે છે અને બેથી દસ હજાર સિંગાપુરી ડોલર સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
સિંગાપુર: સિંગાપુરમાં ભારતીય મુળના બે લોકોએ ત્યાં લિટલ ઇન્ડિયા વિસ્તારમાં દિવાળી પૂર્વ સંધ્યા પર ગેરકાયદે ફટાકડા ફોડવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરી હતી. કોર્ટમાં આરોપ સાબિત થવા પર તેમને બે વર્ષની સજા પણ થઇ શકે છે અને બેથી દસ હજાર સિંગાપુરી ડોલર સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. સિંગાપુરમાં તંત્રની પરવાનગી વગર ફટાકડા ફોડવા પ્રતિબંધ છે.
ધી સ્ટ્રેટ્સ ટાઇમ્સે ગુરુવારે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે થિગુ સેલ્વારાજૂ (29) ખતરનાક ફટાકડા ફોવડવા અને શિવ કુમાર સુબ્રમણ્યમ (48) પર તેને આ કામમાં સહયોગ આપવાનો આરોપ છે.
કોર્ટમાં આપેલા દસ્તાવેજ અનુસાર શિવ કુમારે સોમવાર અડધી રાત્રીની આસપાસ ફટાકડાનું એક બોક્સ ગ્લૂકોસ્ટર રોડ પર ડિવાઇડર પર રાખ્યું અને થિગુને તેમાં આગ લગાડી હતી. દસ્તાવેજમાં આ વાતનો કોઇ ઉલ્લેખ કર્યો નથી કે તેમને ફટાકડા કેવી રીતે મળ્યા. લિટલ ઇન્ડિયા વિસ્તારમાં માટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે અને તેઓ વિકેન્ડ અને અન્ય રજાઓના પ્રસંગોએ, રસ્તાઓ પર એકત્રિત થાય છે.