નવી દિલ્હી: જો તમે ફિલ્મ સ્પાઇડર મેન જોઇ હશે તો તમને ખબર પડી ગઇ હશે કે કેવીરીતે એક યુવક મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા પહોંચી જતો હોય છે. તે એવા પ્રકારના કપડા પહેરી રખતો હોય છે જેનાથી તેને દીવાર પર સીધું ચઢવામાં કોઇ પ્રોબ્લમ ના થાય. ચીનમાં તેને મળીતી એક સાચ્ચી ઘટના બની છે. અહીં એક બાળક ત્રીજા માળની બાલકનીમાં લટકી જાય છે, જેને બચાવવા માટે બે યુવક સામે આવે છે અને એટલી ઝડપી દીવાર પર ચઢી જાય છે કે જાણે એ સ્પાઇડરમેન હોય. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેને પીપલ્સ ડેલી ચાઇનાએ તેમના ટ્વિટર પેજ પર શેર કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના જિયાંગ્સૂ વિસ્તારના એખ ફ્લેટની બાલકનીમાં ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોય છે. ત્યારે ભૂલથી આ બાળક બાલકનીની દીવારની બીજી બાજુ જતો રહે છે. સદભાગ્યે બાળકે બાલકનીની દીવાર પકડી લે છે. આ કારણે તે લટકી જાય છે. બાળક જોર-જોરથી રડવા લાગે છે. ત્યારે આસ-પાસના લોકોની તેના પર નજર પડે છે. બિલ્ડિંગની નીચે ઉભેલા બે લોકો તરત જ બાળકને બચાવવા માટે આગળ આવે છે.



બંને શખ્સ ખુબ ઝડપથી દીવાર ચઢીને ચોથા માળે પહોંચી જાય છે અને બાળકને બચાવી લે છે. આ ઘટના બિલ્ડિંગની સામેની બાજુએ લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બંને શખ્સ સમય બગાડ્યા વગર ફ્લેટ્સની બાલકનીઓના સહારે ઉપર પહોંચી જાય છે. જોઇને એવું લાગી રહ્યું હતું કે જો તેઓને બાલ્કની સુધી પહોંચવામાં થોડી વાર લાગતી તો કદાચ બાળકની સાથે મોટી દૂર્ઘટના થઇ હોત. જોકે બંને બહાદુર લોકો આ બાળકનો જીવ બચાવી લે છે.