નવી દિલ્હી: આતંકવાદ મામલે અમેરિકાએ પાકિસ્તાનને કડક ચેતવણી ઉચ્ચારતા કહી દીધુ છે કે જો ભારત પર હવે ભવિષ્યમાં કોઈ પણ આતંકી હુમલો થયો તો તે તેના માટે મોટી મુસિબત બની શકે છે. પાકિસ્તાનને ચેતવતા અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તેણે આતંકી સંગઠનો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવી પડશે. અમેરિકાએ પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપતા કહ્યું કે ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાને આકરા પગલાં લેવા પડશે. વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી આ આતંકી સંગઠનો વિરુદ્ધ કોઈ નક્કર અને ગંભીર કાર્યવાહી નહીં થાય તો કોઈ પણ અન્ય આતંકી હુમલો પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે અને તે વિસ્તારમાં ફરીથી તણાવ વધવાનું કારણ પણ બની શકે છે. બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમેરિકા અને આતંરરાષ્ટ્રીય સમુદાય ઈચ્છે છે કે પાકિસ્તાન આતંકી સંગઠનો વિરુદ્ધ નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો...ભારતના આ એક પગલાંથી ચીનને થઈ શકે છે મોટું નુકસાન, આપી બહિષ્કારની ચેતવણી


વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈ પ્રકારનો તણાવ પેદા ન થાય તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી  કરે. અમેરિકાએ  કહ્યું કે જો હાલત બગડશે તો બંને દેશો માટે ખતરનાક બનશે. અત્રે જણાવવાનું કે જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના ફિદાયીન હુમલાખોરે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ જવાનોના કાફલાને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે એર સ્ટ્રાઈક કરીને ત્યાંના કેમ્પને તબાહ કર્યો હતો. પુલવામાના દોષિતો પર કાર્યવાહી માટે ભારતે પાકિસ્તાનને પુરતા પુરાવા પણ આપેલા છે. 


અમેરિકી અધિકારીએ એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાને પ્રાથમિક પગલાં લીધા છે જેમા આતંકી સંગઠનોની સંપત્તિ જપ્ત કરી છે અને તેમની ધરપકડ થઈ છે. પાકિસ્તાને જૈશના કેટલાક મુખ્ય ઠેકાણા પણ પોતાના કબ્જામાં લીધા છે. પરંતુ હજુ વધુ કાર્યવાહી ઈચ્છીએ છીએ. અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું કે પહેલા પણ પાકિસ્તાન તરફથી આ પ્રકારે ધરપકડની કાર્યવાહી થયેલી છે પરંતુ ત્યારબાદ આતંકીઓને છોડી દેવામાં આવે છે. એટલે સુધી કે આતંકના આકાઓને આખા દેશમાં હરવા ફરવાની મંજૂરી પણ મળી જાય છે. આવામાં પાકિસ્તાને હવે નક્કર કાર્યવાહી કરવી પડશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...