વૈશ્વિક રાજકારણ માટે `ઐતિહાસિક દિવસ`, 2 શક્તિશાળી આરબ દેશોએ ઈઝરાયેલને આપી માન્યતા
ખાડી દેશો અને ઈઝરાયેલના સંબંધોમાં મંગળવારે ઐતિહાસિક વળાંકની શરૂઆત જોવા મળી. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા સમારોહમાં UAE અને બેહરીને ઈઝરાયેલ સાથે ઐતિહાસિક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા.
વોશિંગ્ટન: ખાડી દેશો અને ઈઝરાયેલના સંબંધોમાં મંગળવારે ઐતિહાસિક વળાંકની શરૂઆત જોવા મળી. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા સમારોહમાં UAE અને બેહરીને ઈઝરાયેલ સાથે ઐતિહાસિક શાંત સમજૂતિ ( peace accord) પર હસ્તાક્ષર કર્યા. સમજૂતિ મુજબ ખાડીના આ બે પ્રમુખ દેશોએ ઈઝરાયેલ સાથે સંબંધોને સંપૂર્ણ રીતે સામાન્ય કરતા તેને માન્યતા આપી. સમજૂતિને અબ્રાહમ (કે ઈબ્રાહિમ) સંધિ નામ આપવામાં આવ્યું છે.
નવા મિડલ ઈસ્ટની શરૂઆત: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક સમજૂતિને 'નવા મિડલ ઈસ્ટ'ની શરૂઆત ગણાવી છે. તેમને આશા છે કે તેનાથી પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થાનો પ્રાંરભ થશે તથા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચરમસીમાએ પહોંચેલા પ્રચાર વચ્ચે તેમની છબી શાંતિ લાવનારા એક નાયક તરીકેની પણ બનશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube