લંડનઃ ભાગેડુ ભારતીય કારોબારી વિજય માલ્યાને લંડન હાઈકોર્ટે સોમવારે નાદાર જાહેર કરી દીધો છે. આ નિર્ણય બાદ ભારતીય બેન્ક વિજય માલ્યાની સંપત્તિઓ પર સરળતાથી કબજો કરી શકશે. માલ્યા વિરુદ્ધ ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં ભારતીય બેન્કોના એક સંઘે બ્રિટિશ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં માલ્યાની કિંગફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલી માટે માલ્યાને નાદાર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલ્યાની પાસે લંડન હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે હજુ એક તક બાકી છે. માનવામાં આવી રહ્યું છે કે માલ્યાના વકીલ જલદી આ નિર્ણયને પડકારવા માટે અરજી દાખલ કરશે. 


માલ્યાના શેરોથી બેન્કોને મળ્યા 792.12 કરોડ
જુલાઈમાં વિજય માલ્યાને લોન આપનાર બેન્કોએ તેના શેર વેચી 792.12 કરોડ રૂપિયા હાસિલ કર્યા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી બેન્કોના કંસોર્શિયમ તરફથી ડેટ રિકવરી ટ્રિબ્યૂનલમાં માલ્યાના શેર વેચવામાં આવ્યા હતા. મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા એક કેસમાં ઈડીએ આ શેરોને જપ્ત કરી લીધા હતા. તેણે બેન્કોના પૈસા રિકવર કરવા માટે આમ કર્યું હતું. ઈડીએ હાલમાં ડીઆરટીને આ શેરો વેચવાની મંજૂરી આપી હતી.


આ પણ વાંચોઃ જાણો એવી જગ્યા વિશે કે જ્યાં 6 મહિના સુધી નથી જોવા મળતો સૂર્ય!


માલ્યાએ બેન્કો પાસે લીધી હતી મોટી લોન
માલ્યાએ કિંગફિશર એરલાયન્સ (Kingfisher Airlines) ની સેવાઓ જારી રાખવા માટે એસબીઆઈ અને બીજી બેન્કો પાસેથી 9990 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પછી કિંગફિશરની સ્થિતિ બગડ્યા બાદ કંપની ડૂબી ગઈ હતી. માલ્યા આ પૈસા બેન્કોને પરત ચુકવી શક્યો નહીં. તેણે બેન્ક તરફથી મળેલા લોનના પૈસાનો ઉપયોગ લક્ઝરી એરક્રાફ્ટ અને બીજી પ્રોપર્ટી ખરીદવા માટે કર્યો હતો. 


ભારતમાં ત્રણ કેસ લડી રહ્યો છે માલ્યા
ભારતમાં ત્રણ વિજય માલ્યા ત્રણ કેસ લડી રહ્યો છે- માલ્યાનું કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ ઓફર જે ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ છે, જજમેન્ટ ડેડ પર લગાવવામાં આવી રહેલ 11.5 ટકા વ્યાજને માલ્યાનો પડકાર અને ભાગેડુ આર્થિક અપરાધી કાર્યવાહીને પડકાર. માર્શલે આગળ કહ્યુ કે, ભારતમાં વકીલોને નિર્દેશ આપવાની મંજૂરી નહીં આપવી અને પછી ફરિયાદ કરવી કે ભારતમાં આ કેસની પ્રગતિ થઈ નથી, આ ઠીક નથી. ભારતમાં પ્રોસિડિંગ્સ આગળ ન વધવા પાછળનું કારણ ફંડની કમી અને મહામારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube