ભારતમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. રોજેરોજ અઢી લાખથી વધુ કેસ આવી રહ્યા છે. સંક્રમણના વધતા જોખમને પગલે યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને પોતાનો ભારત પ્રવાસ હાલ ટાળ્યો છે. હવે તેઓ થોડા દિવસ બાદ ભારત આવવાનો પ્લાન બનાવી શકે છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન 25 એપ્રિલના રોજ ભારત આવવાના હતા. પરંતુ હાલ હવે પ્રવાસ ટાળવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં કોવિડ-19ના વધતા કેસના કારણે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન પર ભારત પ્રવાસ ટાળવાનું દબાણ વધ્યું હતું. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ બોરિસ જ્હોન્સનને પ્રવાસ રદ કરવાની માગણી કરી હતી. લેબર પાર્ટીએ સવાલ કર્યો હતો કે જ્હોન્સન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર ઓનલાઈન ચર્ચા કેમ કરી શકતા નથી. 


બોરિસ જ્હોન્સનના ભારત પ્રવાસનો વિરોધ કરતા લેબર પાર્ટીના શેડો કમ્યુનિટીઝ સેક્રેટરી સ્ટીવ રીડે કહ્યું હતું કે અમારામાથી અનેક લોકો એમ જ કરી રહ્યા છે અને મને લાગે છે કે પ્રધાનમંત્રીએ ઉદાહરણ રજુ કરવાની કોશિશ કરવી જોઈએ. હું ઈચ્છું છું કે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન ભારત જવાની જગ્યાએ વર્ચ્યુઅલ મિટિંગ કરે. 


Coronavirus: ભારતમાં કોરોના સંક્રમણ વધતા દુનિયા ચિંતાતૂર, આ દેશે લીધો મોટો નિર્ણય


Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે


Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો


કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube