લંડનઃ Queen Elizbeth-II Funeral: બ્રિટનના મહારાણી એલિઝાબેથનું ગુરૂવારે નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર બાદ બ્રિટનમાં શોકનો માહોલ છે. ભારતમાં એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપતા એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે. તો આજે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ શરીરને બાલ્મોરલ કેસલ  (Balmoral Castle) થી સ્કોટલેન્ડની રાજધાની એડિનબરા લઈ જવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવંહત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને લઈને એક રથ રવિવારે બાલ્મોરલ કેસલથી નિકળ્યો છે દિવંગત મહારાણીનું તાબૂત એડિનબરા માટે છ કલાકની રોડ યાત્રા કરશે. 19 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


19 સપ્ટેમ્બરે મહારાણી એલિઝાબેથના નિધન બાદ સત્તાવાર 10 દિવસના શોકની અવધિ સમાપ્ત થશે. અંતિમ સંસ્કાર સવારે 11 કકલાકે બેસ્ટમિંસ્ટર એબ્બેમં થશે. અંતિમ સંસ્કારના દિવસે બેન્કમાં રજા રહેશે. કિંગ ચાર્લ્સ તૃતીય (King Charles III) એ સેન્ટ જેમ્સ પેલેસમાં પ્રિવી કાઉન્સિલની સાથે પોતાની પ્રથમ બેઠક દરમિયાન જાહેર રજાની પુષ્ટિ કરી હતી. 


કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા, લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં થઈ તાજપોશી


મારા માતાનો શાસન કાળ સમર્પણથી ભરેલો હતો
બ્રિટનના નવા રાજાએ કહ્યુ- મારા માતાનો શાસન કાળ સમર્પણની સાથે અતુલનીય હતો. જ્યારે પણ અમે શોક મનાવીએ, અમે આ સૌથી વફાદાર જીવન માટે ધન્યવાદ આપીએ છીએ. મહારાણીએ ખુદ જે સમર્પણ સાથે કામ કર્યું ઈશ્વર મને બંધારણીય સિદ્ધાંતોને આપણા રાષ્ટ્રના હિતમાં યથાવત રાખવાની શક્તિ આપે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube