બાળકો માટે આવી કોરોના વેક્સિન, UKએ ફાઇઝર-બાયોએનટેકની રસીને આપી મંજૂરી
બ્રિટનમાં હવે બાળકોને કોરોના વેક્સિન મળવાની છે. દવા નિયામકે શુક્રવારે 12-15 વર્ષના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
લંડનઃ બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી બનાવવામાં આવેલી કોરોના વેક્સિન (Corona vaccine) ને 12થી 15 વર્ષના બાળકોને આવવા માટે મંજૂરી આપી છે. બ્રિટનના દવા નિયામકે શુક્રવારે કહ્યું કે, ખુબ ઊંડી સમીક્ષા બાદ તે જાણ્યું કે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે. આ પ્રકારનું રિવ્યૂ અમેરિકી અને યુરોપીય યુનિયન તરફથી પણ ફાઇઝરની વેક્સિન માટે કરવામાં આવ્યું હતું.
કંપની તરફથી આપવામાં આવેલા ડેટાના આધાર પર MHRA એ પોતાના અસેસમેન્ટમાં જાણ્યું કે વેક્સિનથી થનાર ફાયદા તેની સાથે જોડાયેલા જોખમ કરતા વધુ છે. આ પહેલા યુરોપીયન મેડિસિન્સ એજન્સીએ ફાઇઝરની વેક્સિનને 12થી 15 વર્ષના બાળકોને આપવાની ભલામણ કરી હતી. આ નિર્ણય મહામારી દરમિયાન મહાદ્વીપમાં પ્રથમવાર બાળકોને રસી લગાવવાનો માર્ગ ખોલી રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube