લંડનઃ બ્રિટિશ રાજવી પરિવારની ચર્ચા દુનિયાભરમાં રહે છે. તમે જાણીને ચોંકી જશો કે ત્યાં ઘરેલૂ સહાયકોનો પગાર પણ લાખોમાં હોય છે. લોકો ત્યાં કામ કરવા માટે આતૂર હોય છે. અલગથી અન્ય સુવિધાઓ પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 લાખ રૂપિયા મળશે પગાર
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયને 'Windsor Castle' માટે હાઉસકીપિંગ આસિસ્ટન્ટની જરૂર છે. જો કોઈ વ્યક્તિની આ નોકરી માટે પસંદગી થાય છે તો તેને 19,140.09 યૂરો એટલે કે 18.5 લાખ રૂપિયા મહિનાનો પગાર મળશે. એટલું જ નહીં આ સિવાય અન્ય સુવિધાઓ પણ મળશે. 


રશિયાની Coronavirus Vaccineની  85% લોકો પર કોઈ આડઅસર નહીં


મેથ્સ અને ઈંગ્લિશનું જ્ઞાન જોવું જોઈએ
આ જોબમાં યોગ્યતા છે કે તેમાં મેથ્સ અને ઈંગ્લિશમાં પકડ મજબૂત હોવી જોઈએ. આ સાથે ઇન્ટીરિયર અને બાકી આઇટમને ક્લીન કરવી અને તેને સારી રીસે શણગારવાની કળા હોવી જોઈએ. 13 મહિનાની ટ્રેનિંગ હશે. ત્યારબાદ વ્યક્તિને કાયમી કરી દેવામાં આવશે. 


અલગ-અલગ જગ્યાએ રહેવાની તક મળશે
આ દરમિયાન અલગ-અલગ પેલેસમાં રહેવા અને જમવાની સુવિધા મળશે. હાઉસકીપિંગ આસિસ્ટન્ટને વર્ષમાં 33 રજા સિવાય ટ્રાવેલિંગ ખર્ચની સુવિધાની સાથે-સાથે પેન્શન પણ આપવામાં આવશે. જીમ, સ્વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટની સુવિધા પણ આપવામાં આવશે. તો શું વિચારી રહ્યાં છો. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube