કેનેડા: કોરોનાની બીજી લહેરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી છે. રોજેરોજ લાખોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. હવે કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી (UBC) એ કોરોનાના એક એવા વેરિએન્ટની મોલિક્યૂલર તસવીર પબ્લિશ કરી છે જે બીજી લહેર માટે જવાબદાર છે. જેને B.1.1.7 COVID-19 નામથી ઓળખાય છે અને પહેલીવાર તે ગત વર્ષ ડિસેમ્બરમાં બ્રિટનમાં મળી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ જ ઝડપથી કરે છે સંક્રમિત
સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાનો આ વેરિએન્ટ ગત વેરિએન્ટની સરખામણીએ ખુબ ઝડપથી ફેલાય છે અને જલદી પોતાનું સ્વરૂપ બદલી લે છે. આ જ કારણ છે કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરે છે. યુનિવર્સિટીના રિસર્ચમાં સામે આવ્યું કે આ વેરિએન્ટ માણસના શરીરની કોશિકાઓમાં ખુબ ઝડપથી દાખલ થાય છે અને આ વાત આ તસવીરમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. 


કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે


રિસર્ચર્સ મુજબ B.1.1.7 વેરિએન્ટમાં અલગ પ્રકારનું મ્યૂટેશન છે જે માણસની કોશિકાઓમાં દાખલ થઈને તેને સંક્રમિત કરે છે. આ ઉપરાંત આ વેરિએન્ટ  સામાન્ય માઈક્રોસ્કોપની પકડની બહાર છે અને તેને ફક્ત Cryo-Electron Microscope દ્વારા જ જોઈ શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube