રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 40મો દિવસ છે. આ ભીષણ યુદ્ધમાં તબાહી મચાવ્યા બાદ રશિયા પોતાના ડગ પાછા ખેંચી રહ્યું છે અને રાજધાની કીવ પર ફરી એકવાર યુક્રેનનો કબજો થઈ ગયો છે. રશિયાની સેનાએ જગ્યા છોડતા જ જ્યારે યુક્રેનની જનતા હવે પોતાના શહેરમાં પાછી ફરી રહી છે તો ત્યાં જે જોવા મળ્યું તે જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયા. જે શહેર ગઈ કાલ સુધી ખુશહાલીમાં ઝૂમી રહ્યું હતું ત્યાં મોતનો સન્નાટો પ્રસરી ગયો છે. રસ્તાઓ પર આમ તેમ મૃતદેહો વેરવિખેર પડ્યા છે. યુક્રેનની રાજધાની કીવ નજીકના બૂચા વિસ્તાર પર હવે ફરીથી યુક્રેનનો કબજો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હાથ બાંધીને ગોળી મરાઈ
કીવના આ બહારના વિસ્તારમાં જે મૃતદેહો મળ્યા છે તે બર્બરતા તરફ ઈશારો કરે છે. કોઈના હાથ બાંધેલા હતા તો કેટલાક મૃતદેહો જોઈને સ્પષ્ટપણે લાગતું હતું કે તેમને ખુબ નજીકથી ગોળી મરાઈ છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે કીવ વિસ્તારના કસ્બાઓમાંથી 410 મૃતદેહો મળ્યા છે. યુક્રેનના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ક્ષેત્રથી પાછા ફરતા પહેલા સેનાએ યુદ્ધ અપરાધોને અંજામ આપ્યો છે અને તે પોતાની પાછળ ભયાનક મંજર છોડીને ગયા છે. 



રશિયાના સૈનિકોના અડ્ડા પર મળ્યા મૃતદેહો
રાજધાનીના ઉત્તર પશ્ચિમ વિસ્તાર બુચાની આસપાસ વિભિન્ન સ્થાનો પર ઓછામાં ઓછા 21 લોકોના મૃતદેહો મળ્યા. નવ લોકોના મૃતદેહો એકસાથે જોવા મળ્યા. તમામના કપડા પરથી તેઓ સામાન્ય નાગરિકો હોવાનું જાણવા મળતું હતું. મૃતદેહો એવી જગ્યાએ પડ્યા હતા કે જેના વિશે રહીશોનું કહેવું છે કે રશિયાના સૈનિકોએ તેને પોતાનો અડ્ડો બનાવી રાખ્યો હતો. તેમાંથી ઓછામાં ઓછા બે લોકોના હાથ બાંધેલા હતા. એક મૃતદેહના માથા પર ગોળી લાગવાના અને બીજાના પગમાં ગોળીના નિશાન હતા. 



મહિલાઓ સાથે બળાત્કારનો પણ શક
યુક્રેની અધિકારીઓએ હત્યા માટે સંપૂર્ણ રીતે રશિયાના સૈનિકોને જવાબદાર ઠેરવ્યા છે અને રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ આ નરસંહારનો પૂરાવો પણ દેખાડ્યો. આ બાજુ રશિયાના રક્ષા મંત્રાલયે આ આરોપો ફગાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર ઓલેક્સી એરેસ્ટોવિચે પરા વિસ્તારના રસ્તાઓ પર પડેલા મૃતદેહોને એક ભયાનક મંજર ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે મારતા પહેલા કેટલીક મહિલાઓ સાથે બળાત્કાર પણ કરાયો હતો અને ત્યારબાદ રશિયનોએ તેમના મૃતદેહો બાળી મૂક્યા. 



તસવીરો જોઈ રશિયા પર વરસી પડ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે રશિયન સેનાના યુદ્ધ અપરાધોને પૃથ્વી પર આ પ્રકારની બદીનો અંતિમ મંજર બનાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. જેલેન્સ્કીએ કહ્યું કે તેમની સરકાર યુક્રેનમાં રશિયાની સેના દ્વારા કરાયેલા દરેક અપરાધની તપાસ માટે એક વિશેષ ન્યાયતંત્ર બનાવવા માટે પગલું ભરશે. આ બધા વચ્ચે રશિયાના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મૃતદેહોની તસવીરો અને વીડિયોની વ્યવસ્થા કીવ શાસને પશ્ચિમી મીડિયા માટે કર્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે એ વાત પર ધ્યાન આપો કે બુચાના મેયરે ત્યાંથી નીકળેલા રશિયન સૈનિકો દ્વારા કોઈ પણ હિંસા કે ઉત્પીડનનો ઉલ્લેખ કર્યો નથી.



( તસવીરો સાભાર AFP અને AP)


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube