મોસ્કો/વોશિંગટનઃ યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. વ્લાદિમીર પુતિન દ્વારા પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્કને આઝાદ દેશની માન્યતા અપાયા બાદ વિવાદ વધુ ભડકી ગયો છે. યુક્રેન મામલાને લઈને વિશ્વ મામલાના નિષ્ણાંત બ્રહ્મા ચેલાનીએ પોતાની વાત રાખી છે. તેમણે કહ્યું કે રશિયા બોર્ડર પર અમેરિકા 'પાકિસ્તાન' જેવો દેશ બનાવીને મોસ્કોને પરેશાન કરવા ઈચ્છી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેલાનીએ કહ્યું કે, અમેરિકા 198 વર્ષ જૂના મોનરો સિદ્ધાંતને ફરી લાગૂ કરવા ઈચ્છે છે જેથી તે નક્કી કરી શકાય કે કોઈ અમિત્ર શક્તિ નથી. પરંતુ તેમ છતાં અમેરિકાએ રશિયા બોર્ડર સુધી નાટોનો વિસ્તાર કરી દીધો છે. વોશિંગટને બાલ્ટિક ક્ષેત્રમાં નાટો સેનાને તૈયાર કરી છે. યુક્રેનમાં હથિયારો અને અન્ય સહાયતામાં આશરે 18750 કરોડનું રોકાણ કર્યું છે. 


આ પણ વાંચોઃ યુક્રેન પર પુતિને કરેલી જાહેરાતથી અમેરિકા લાલઘૂમ, રશિયા પર લીધો આ મોટો નિર્ણય


નાટોની વિસ્તારવાદી નીતિ યુક્રેન સંકટનું કારણ?
તેમણે જણાવ્યું કે યુક્રેન સંકટ નાટોની વિસ્તારવાદી નીતિને લઈને છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને તેને લઈને 1994માં ચેતવણી આપી હતી કે તેવામાં યુરોપ ફરીથી વિભાજીત થઈ જશે. યુક્રેનમાં રશિયા 1950ના દાયકાથી ભારતની બોર્ડર પર અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી વસ્તુને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે- એક શત્રુતાપૂર્ણ, સૈન્યકૃત પાકિસ્સાન, SEATO અને CENTO નું સભ્ય. 


રશિયા પોતાના પાડોશમાં પાકિસ્તાન નથી ઈચ્છતું!
ચેલાનીએ કહ્યું છે કે પુતિન કહી રહ્યાં છે કે રશિયા પોતાની દક્ષિણ-પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનના નિર્માણને સહન કરશે નહીં. એક તરફ ચીન વિશ્વ સ્તર પર અમેરિકાના મુખ્ય શક્તિના રૂપમાં બદલવા માટે કામ કરી રહ્યું છે તો રશિયાનું ધ્યાન તેની સુરક્ષા ચિંતાઓને લઈને છે. અમેરિકાએ આ વાતોને સમજવાની જરૂર છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube