કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તો બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે સેના રાજધાની કિવમાં પ્રવેશી છે. જ્યાં એક તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીની 3 વખત હત્યાના પ્રયાસની વાત કહેવામાં આવી રહી છે. તે જ સમયે, રશિયન સૈનિકો પર યુક્રેનના શહેરોમાં બળાત્કારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ્યા નથી પુરાવા
ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જો કે રશિયન સૈન્ય દ્વારા બળાત્કારની ઘટનાઓ અંગે કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી, પરંતુ તેઓ દાવો કરી રહ્યા છે કે રશિયન સૈનિકો મહિલાઓ પર બળાત્કાર કરે છે.


શહેરોમાં ફેંકવામાં આવી રહ્યા છે બોમ્બ
કુલેબાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તમારા શહેરો પર બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. રશિયન સૈનિકો કબજે કરેલા શહેરોમાં મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યા છે. દુર્ભાગ્યવશ, અમારી પાસે એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં રશિયન સૈનિકોએ યુક્રેનિયન શહેરોમાં મહિલાઓ પર બળાત્કાર કર્યો છે.

યૂક્રેન પર હુમલાને લઇને UNHRC માં રશિયા વિરૂદ્ધ મંજૂર થયો પ્રસ્તાવ, ભારતે લીધું આ સ્ટેન્ડ


રશિયાએ આપવો પડશે જવાબ
કુલેબાએ કહ્યું કે અમારી પાસે માત્ર સંસ્કૃતિ છે, જે સુનિશ્ચિત કરશે કે જેઓ લડ્યા છે તેમને ન્યાય આપવામાં આવે. રશિયાને તેના કાર્યો માટે જવાબદાર ગણવામાં આવશે.


રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીની હત્યાનો પ્રયાસ
તો બીજી તરફ એક રિપોર્ટ અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીની છેલ્લા એક સપ્તાહ દરમિયાન ત્રણ વખત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દાવો બ્રિટિશ સમાચારપત્ર 'ધ ટાઈમ્સ' દ્વારા કરવામાં આવ્યો છે. જો કે, આ પ્રયાસને એક રશિયન એજન્સીએ નિષ્ફળ બનાવ્યો, કારણ કે તેઓ રશિયાના હુમલાની વિરુદ્ધ છે.


મોકલ્યા 400 હત્યારા
તો બીજી તરફ રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને મારવા માટે 400 હત્યારાઓ મોકલવામાં આવ્યા હતા. આ કામના બદલામાં રશિયાએ હત્યારાઓને મોટા ઈનામની ઓફર કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube