કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ બુધવારે અમેરિકી સંસદને વર્ચ્યુઅલી સંબોધિત કરતા બીજા વિશ્વયુદ્ધનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યુ કે, જેમ પર્લ હાર્બર અને 9/11 થયું હતું, રશિયા પણ યુક્રેન સાથે તે કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસને તે સવારની યાદ અપાવી જ્યારે ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર પર બોમ્બમારો થયો હતો અને કહ્યું કે યુક્રેન દરરોજ તેમાંથી પસાર થઈ રહ્યું છે. તેના શહેરો પર રશિયા દ્વારા દરરોજ હુમલો કરવામાં આવી રહ્યો છે. 


રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યુ, 'હાલ, અમારા દેશના ભાગ્યનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ખબર નહીં યુક્રેનિયન આઝાદ થશે કે નહીં. રશિયાએ માત્ર અમારા શહેરો પર હુમલો નથી કર્યો, આ અમારા મૂલ્યો વિરુદ્ધ એક ક્રૂર હુમલો કર્યો, આઝાદીથી જીવવાના અમારા અધિકાર પર હુમલો છે.'


રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતથી મળ્યા સકારાત્મક સંકેત, શું યુદ્ધ થશે પૂર્ણ


શું છે પર્લ હાર્બરની ઘટના?
પર્લ હાર્બર એક હોનલૂલૂથી દસ કિમી ઉત્તર-પશ્ચિમ, અમેરિકાનું પ્રખ્યાત બંદર અને ડીપ વોટર નેવલ બેઝ છે. આ અમેરિકી પ્રશાંત ક્ષેત્રનું મુખ્યાલય પણ છે. 7 ડિસેમ્બર 1941ના જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો. આ દ્વીપ સમૂહ પર બે કલાક સુધી એવા બોમ્બ વિસ્ફોટ થયા જેણે બીજા વિશ્વ યુદ્ધને બદલી નાખ્યું હતું. જાપાનના આ હુમલામાં પર્લ હાર્બર પર તૈનાત અમેરિકાના તમામ આઠ જંગી જહાજ નષ્ટ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube