Russia Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતથી મળ્યા સકારાત્મક સંકેત, શું યુદ્ધ થશે પૂર્ણ
રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલી વાતચીતમાં સારા સંકેત સામે આવ્યા છે. રશિયાનું કહેવું છે કે યુક્રેનની તટસ્થતા ખુબ મહત્વ રાખશે. તો યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ નાટોમાં સામેલ ન થવાની વાત કહી છે.
Trending Photos
કિવ/મોસ્કોઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી વાતચીતથી વિવાદ ખતમ થવાના સંકેત મળી રહ્યાં છે. સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ પ્રમાણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીનું કહેવુ છે કે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાર્તા વધુ યથાર્થવાદી રીતે થઈ રહી છે. યુક્રેનને ખ્યાલ છે કે તે નાટોમાં સામેલ ન થઈ શકે. તો રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યુ કે યુક્રેનની તટસ્થ સમિતિની સાથે સમજુતીની આશા નજર આવી રહી છે, જેની રશિયા માંગ કરી રહ્યું છે.
તો ક્રેમલિન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઓસ્ટ્રિયા અને સ્વીડનની જેમ પોતાની સેનાની સાથે તટસ્થ યુક્રેનને શાંતિ વાર્તામાં સમજુતીના રૂપમાં જોઈ રહ્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યુ કે, આ એવી માંગ છે જેના પર ચર્ચા થઈ રહી છે. ખરેખર તટસ્થ યુક્રેનને એક સમજુતી જોઈ શકાય છે. ધ્યાન આપવા જેવી વાત છે કે 24 ફેબ્રુઆરીએ રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરાયાના ત્રણ સપ્તાહ બાદ દિમિત્રી પેસકોવનું યોગ્ય નિવેદન સામે આવ્યું છે.
તો સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યુ કે યુક્રેનની સાથે વાતચીત હવે યુદ્ધગ્રસ્ત દેશ માટે તટસ્થ સ્થિતિ પર કેન્દ્રીત છે. બંને પક્ષોની વાર્તામાં તટસ્થ સ્થિતિ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એક મજબૂત સૂત્ર છે જેના પર મારા વિચારથી સહમતિ બની શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાર્તામાં વ્યાપાર જેવી ભાવના ઉભરવા લાગી છે. તેનાથી આશા જાગે છે કે અમે યોગ્ય મુદ્દા પર સહમત થઈ શકીએ છીએ.
સમાચાર એજન્સી એપીએ પોતાના રિપોર્ટમાં રશિયાના મુખ્ય વાર્તાકારના હવાલાથી જણાવ્યું કે સંબંધિત પક્ષ એક નાની બિન-જોડાણ સેનાની સાથે ભવિષ્યના યુક્રેન માટે સંભવિત સમજુતી પર ચર્ચા કરી રહી છે. મહત્વનું છે કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે નવા રાઉન્ડની વાતચીત સોમવારે શરૂ થઈ હતી. વાર્તાના આ રાઉન્ડ પર વિશ્વની નજરો ટકેલી છે. રશિયાના વાર્તાકાર વ્લાદિમીર મડિંસ્કીએ જણાવ્યુ કે યુક્રેનની સેનાના આકાર સાથે જોડાયેલા મુદ્દાના સંબંધમાં વાતચીત થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે