કિવઃ રશિયા સામે આઝાદીની લડાઈ લડી રહેલા યુક્રેનનો જુસ્સો હજુ પણ મજબૂત છે. તેનું એકમાત્ર કારણ છે કે યુક્રેનીઓનો જોશ અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો હાર ન માનવાનો ઈરાદો. આજે મંગળવારે ઝેલેન્સ્કીએ યુદ્ધ પર યુરોપિયન સંસદમાં સંબોધન કર્યુ. તેમણે પોતાના ભાષણની શરૂઆત પુતિન પર હુમલાથી કરી હતી. આવો તમને જણાવીએ ઝેલેન્સ્કીના જોશીલા ભાષણ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરોપિયન યુનિયન સંસદમાં ઝેલેન્સ્કીનું સંબોધન
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન સંસદમાં ભાષણ આપીને બધાને ચોંકાવી દીધા. સંસદમાં હાજર બધા સભ્યોએ તેમને તાળીઓની સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું. ઝેલેન્સ્કીએ કહ્યુ- અમે અમારી જમીન અને અમારી આઝાદી માટે લડી રહ્યાં છીએ, 'અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, તે હકીકત હોવા છતાં કે અમારા તમામ શહેરો હવે અવરોધિત છે. કોઈપણ અમને તોડનારૂ નથી, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ. 


Russia Ukraine War: ઓખતિરકામાં રશિયાએ મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો, 70થી વધુ યુક્રેની સૈનિકોના મોત  


રશિયન હુમલાઓ અંગે પુતિનની નિંદા કરી
ફ્રીડમ સ્ક્વેર પર રશિયન મિસાઈલ હુમલાનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે આ સવાર અમારા માટે દુઃખદાયક હતી. પુતિને બાળકોને પણ ન છોડ્યા, 16 બાળકો માર્યા ગયા. તેમણે કહ્યું કે આજે સવારે ફ્રીડમ સ્ક્વેર પર બે મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. અમે યુક્રેનિયનોની શક્તિ શું છે તે પણ બતાવીશું.


'અમે નિરાશ થયા નથી'
તેમણે કહ્યું કે અમે અમારી જમીન માટે લડી રહ્યા છીએ. અમારી આત્માઓ ક્ષીણ થઈ નથી. તેમણે યુરોપિયન સંસદને કહ્યું કે તમે સાબિત કરો કે તમે અમને સમર્થન આપતા રહેશો.


યુરોપિયન સંસદે સભ્ય માટે યુક્રેનની અરજી સ્વીકારી
યુરોપિયન સંસદે યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. યુરોપિયન યુનિયનના સભ્ય માટે યુક્રેનની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વિશેષ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube