Ukraine-Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. કિવથી ધડાકા અને ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. અમેરિકા- બ્રિટન સહિત અનેક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આ દેશ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. પરંતુ દુનિયા પર હજુ પણ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ કરી દીધી છે. જેના જવાબમાં પરમાણુ નિગરાણી એજન્સીએ એક મહત્વની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીત પહેલા જેલેન્સ્કીનું મોટું નિવેદન
બેલારૂસમાં પ્રતિનિધિમંડળની વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનમાંથી રશિયાની સેના પાછી જાય. યુક્રેનનો દરેક નાગરિક યોદ્ધા છે. મને વિશ્વાસ છે કે જીત અમારી થશે. 


બેલારૂસ પહોંચ્યું પ્રતિનિધિમંડળ
યુક્રેનનું પ્રતિનિધિમંડળ સંવાદ માટે હેલિકોપ્ટરથી બેલારૂસ પહોંચી ગયું છે. થોડીવારમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થશે. 


રશિયા સામે લડશે આ દેશના નાગરિક
લાતવિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે સંસદે સર્વસંમતિથી લાતવિયાના નાગરિકોને યુક્રેન જઈને લડવાનો અધિકાર આપ્યો છે. જો તેઓ યુક્રેન જઈને રશિયાની સેના સામે લડવા માંગતા હોય તો લડી શકે છે. 


ઐતિહાસિક વાતચીત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે શું યુદ્ધનો અંત આવશે ખરો? વાત જાણે એમ છે કે બેલારૂસમાં રશિયા-યુક્રેન વચ્ચે વાતચીત પ્રસ્તાવિત છે. બેલારૂસ તરફથી મંચ પણ તૈયાર છે. આ બેઠક બપોરે 3.30 વાગે હોવાના રિપોર્ટ્સ છે. 


બિન પરમાણુ સ્થિતિ બેલારૂસે ખતમ કરી
જનમત સંગ્રહ કરાવીને બેલારૂસે પોતાની બેન પરમાણુ સ્થિતિને ત્યાગવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે બેલારૂસમાં એક જનમત સંગ્રહે દેશની બિન પરમાણુ સ્થિતિને ખતમ કરનારા એક નવા બંધારણને મંજૂરી આપી. બેલારૂસના કેન્દ્રીય ચૂંટણી પંચના હવાલે ખબર છે કે 65.2 ટકા લોકોએ દેશની બિન પરમાણુ સ્થિતિને ખતમ કરવાના પક્ષમાં મત આપ્યો. 


Russia-Ukraine War: રશિયાએ પહેલીવાર સ્વીકાર્યું કે યુદ્ધમાં આટલું થયું નુકસાન, યુક્રેનનો દાવો- 4300 સૈનિકો માર્યા ગયા


રશિયાના સમર્થનમાં આગળ આવ્યું સાઉદી અરબ
યુક્રેનથી યુદ્ધ વચ્ચે રશિયાને સાઉદી અરબનો પણ સાથ મળ્યો છે. સાઉદી અરબ તરફથી કહેવાયું છે કે તેઓ OPEC PLUS સમજૂતિ માટે પ્રતિબદ્ધ છે. 


રશિયાએ યુએન ચાર્ટરનો કર્યો ભંગ
અમેરિકા તરફથી કહેવાયું છે કે યુક્રેનની પાસે પરમાણુ હથિયારો નથી. રશિયાએ યુએન ચાર્ટરનો ભંગ કર્યો છે. બોમ્બવર્ષા વચ્ચે યુક્રેન વાતચીત માટે તૈયાર છે. રશિયાએ માનવતાને શર્મસાર કરી છે. 


અમેરિકાની રશિયાને ચેતવણી
આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું કે યુક્રેનમાં હુમલા અંગે સતત ખોટું બોલી રહ્યા છે. તેમના વિરુદ્ધ વીડિયો પુરાવા છે. જવાબદારી નક્કી થશે. રશિયા સ્કૂલ હોસ્પિટલોને પણ નિશાન બનાવી રહ્યા છે. રશિયા ન્યૂક્લિયર હુમલા પર નિવેદનબાજી ઓછી કરે. 


Russia-Ukraine War: પુતિને ન્યૂક્લિયર ડિટેરેન્સ ફોર્સને કેમ અલર્ટ કરી? આ છે તેની પાછળનું કારણ


NATO ની સેનાની ટુકડી લિથુઆનિયા પહોંચી
યુક્રેનની મદદ માટે નાટોની સેનાની ટુકડી લિથુઆનિયા પહોંચી ગઈ છે. જેમાં નોર્વેના સૈનિકો પણ સામેલ છે. આ બાજુ રશિયન કરિયર Aeroflot એ જણાવ્યું કે યુરોપ જનારી તમામ ઉડાણોને રદ કરી દેવાઈ છે. 


રશિયા-યુક્રેન વચ્ચે આજથી શરૂ થશે વાર્તા
TASS એ એક સૂત્રના હવાલે જણાવ્યું છે કે બેલારૂસમાં આજે રશિયા-યુક્રેન વચ્ચે વાર્તા શરૂ થશે. યુદ્ધ વચ્ચે કોઈ સમાધાન પર પહોંચવા માટે ચર્ચા થઈ શકે છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube