Russia-Ukraine War: રશિયાએ પહેલીવાર સ્વીકાર્યું કે યુદ્ધમાં આટલું થયું નુકસાન, યુક્રેનનો દાવો- 4300 સૈનિકો માર્યા ગયા

રશિયાની સેના ભલે યુક્રેન કરતા વધુ શક્તિશાળી છે પરંતુ આ જંગમાં તેણે પણ ખુબ નુકસાન વેઠવું પડી રહ્યું છે. રશિયાએ રવિવારે સ્વીકાર્યું કે યુક્રેનમાં તેને કેટલાક સૈનિકોનું નુકસાન થયું છે.

Russia-Ukraine War: રશિયાએ પહેલીવાર સ્વીકાર્યું કે યુદ્ધમાં આટલું થયું નુકસાન, યુક્રેનનો દાવો- 4300 સૈનિકો માર્યા ગયા

મોસ્કો: રશિયાની સેના ભલે યુક્રેન કરતા વધુ શક્તિશાળી છે પરંતુ આ જંગમાં તેણે પણ ખુબ નુકસાન વેઠવું પડી રહ્યું છે. રશિયાએ રવિવારે સ્વીકાર્યું કે યુક્રેનમાં તેને કેટલાક સૈનિકોનું નુકસાન થયું છે. યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે રશિયાએ પોતાના સૈનિકોના માર્યા જવાની વાત સ્વીકારી છે. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે જણાવ્યું કે અમારા કેટલા સૈનિકોના જીવ ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. 

યુક્રેને 200 સૈનિકોને બંધક બનાવ્યા!
રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ 4300 સૈનિકો માર્યા છે અને 200થી વધુ સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના 4300 સૈનિકો માર્યા ગયા છે. અને 200થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે. 

1067 સૈન્ય મથકોને બનાવ્યું નિશાન
મેજર જનરલ કોનાશેન્કોવે એ પણ કહ્યું કે ગુરુવારે હુમલો શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં રશિયાની સેનાએ યુક્રેનના 1067 સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. જેમાંથી 17 કમાન પોસ્ટ અને સંપર્ક કેન્દ્ર, 38 વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી અને 56 રડાર પ્રણાલી સામેલ છે. નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન સાથે જંગની જાહેરાત કરી હતી. 

Russia એ UNSC કર્યો બચાવ
આ બાજુ રશિયાએ યુક્રેનના એ દાવાને માનવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ રશિયન સંઘના પ્રતિનિધિએ UNSC માં કહ્યું કે રશિયાની સેના યુક્રેનમાં નાગરિકોને ધમકાવતી નથી તે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર ફાયરિંગ કરતા નથી. નાગરિકો માટે જોખમ હવે યુક્રેની રાષ્ટ્રવાદીઓ તરફથી ઉત્પન્ન કરાયું છે જે ત્યાંના લોકોને ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે તેમના તરફથી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) માં રશિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રશિયાએ યુદ્ધના બહાને માસૂમ નાગરિકો વિરુદ્ધ નરસંહાર કર્યો છે. 

UNSC નું સ્પેશિયલ સત્ર
આ બાજુ UNSC એ રવિવારે યુક્રેન હુમલા મુદ્દે 193 સભ્યવાળી મહાસભાનું ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવ્યું છે. જે સોમવારે આયોજિત કરાશે. 4 દાયકામાં પહેલીવાર UNSC એ યુક્રેન પર UNGA માં વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે UNSC ના ઈતિહાસમાં આવું 11મી વાર હશે. 

આ અગાઉ યુક્રેન સંકટ પર ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવવા અંગે સુરક્ષા પરિષદમાં વોટિંગ થયું. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં આ પ્રસ્તાવના પક્ષમાં 15માંથી 11 મત પડ્યા. જ્યારે રશિયાએ તેનો વિરોધ કર્યો. આ બાજુ ભારત, ચીન અને યુએઈએ ફરીથી એકવાર મતદાન પ્રક્રિયાથી અંતર જાળવ્યું. આવું જ કઈક શુક્રવારે પણ બન્યું હતું. જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાને રોકવા અને સૈન્ય વાપસીને લઈને યુએનમાં પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ ત્યારે રશિયાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પાડી નાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news