Ukraine-Russia War: યુદ્ધ વચ્ચે રશિયાનું નિવેદન- કહ્યું- યુક્રેન સરકારને હટાવવી અમારો ઈરાદો નથી
Ukraine-Russia War: એજન્સી આરઆઈએએ જણાવ્યું કે ગુરૂવારે રશિયા અને યુક્રેન વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક બાદ બંને દેશો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થવાની સંભાવના છે.
કીવ, મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે બુધવારે સારા સંકેત મળ્યા છે. રશિયાએ કહ્યું કે, તેનો ઈરાદો યુક્રેન સરકારને હટાવવાનો નથી. રશિયાએ તે પણ કહ્યું કે, યુક્રેનની સાથે વાતચીતમાં કેટલીક પ્રગતિ થઈ છે. મહત્વનું છે કે યુદ્ધ વચ્ચે અત્યાર સુધી બંને દેશો ત્રણ તબક્કાની વાતચીત કરી ચુક્યા છે.
યુક્રેન સાથે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું- કેટલીક પ્રગતિ થઈ છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે અધિકારી ત્રણ તબક્કાની વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. પ્રવક્તા મારિયાએ કહ્યું કે, રશિયાની સેનાને વર્તમાન સરકારને ઉખેડી ફેંકવાનું કામ સોંપવામાં આવ્યું નથી.
હવે થઈ શકે છે ચોથા રાઉન્ડની વાતચીત
એજન્સી આરઆઈએએ જણાવ્યું કે ગુરૂવારે રશિયા અને યુક્રેન વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક બાદ બંને દેશો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીની પત્નીનો ભાવુક પત્ર, કહ્યું- આ યુદ્ધ નહીં નરસંહાર છે
પશ્ચિમી દેશોને રશિયાએ આપી ચેતવણી
આ પહેલાં રશિયાએ બુધવારે પશ્ચિમી દેશોને ચેતવણી આપી કે તે તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધો માટે વ્યાપક પ્રતિક્રિયા પર કામ કરી રહ્યું છે, જે પશ્ચિમના સૌથી સંવેદનશીલ ક્ષેત્રોમાં ઝડપથી અનુભવાશે. રશિયન વિદેશ મંત્રાલયના આર્થિક સહયોગ વિભાગના ડાયરેક્ટર દિમિત્રી બિરિચેવ્સ્કોએ આરઆઈએ સમાચાર એજન્સીના હવાલાથી કહ્યું- રશિયાની પ્રતિક્રિયા ઝડપી, વિચારશીલ અને સંવેદનશીલ હશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ બ્રિટિશ સંસદને સંબોધિત કરી
આ પહેલાં મંગળવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ 'હાઉસ ઓફ કોમંસ'માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તેમણેબ્રિટનના સાંસદોને રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવાની વિનંતી કરી અને મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવવાનું આહ્વાન કર્યું હતું, જેથી તે નક્કી કરી શકાય કે યુક્રેન સુરક્ષિત રહે. આ પ્રથમવાર છે જ્યારે કોઈ વિદેશી નેતાએ હાઉસ ઓફ કોમંસમાં સાંસદોને સીધા સંબોધિત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube