મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે અમેરિકા સહિત અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. હવે રશિયાએ અમેરિકાના પ્રતિબંધોનો જવાબ આપતા રાષ્ટ્રપતિ જો બાઇડેન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન સહિત ઘણા અમેરિકી નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે રશિયાએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સહિત અન્ય અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. 


યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને કેનેડા 
સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. સાથે ઘણી દિગ્ગજ કંપનીઓએ પણ રશિયામાં કારોબાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બ્રિટન સરકારે મંગળવારે રશિયાને હાઈ-એન્ડ લક્ઝરી સામાનના નિર્યાત પર પ્રતિબંધ લગાવવાની સાથે વોડકા જેવા મુખ્ય રશિયન ઉત્પાદકો પર નવી આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. બ્રિટને રશિયા અને બેલારૂસના 370 વ્યક્તિઓને પણ પ્રતિબંધ કરી દીધા છે. 


આ પણ વાંચોઃ Russia-Ukraine War: રશિયા સાથે યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન, કહ્યું- નાટોમાં સામેલ નહીં થાય યુક્રેન  


બ્રિટન સરકાર અનુસાર પ્રતિબંધિત 370 લોકોની વધારાની યાદીમાં પુતિનના સહયોગી, સરકારના પ્રવક્તા અને પ્રધાનમંત્રી મિકાઇલ મિશુસ્ટિન, રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ અને રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવ સામેલ છે. 


યુક્રેનનું કહેવું છે કે 20 દિવસોમાં ચાલી રહેલા રશિયાના હુમલામાં 97 બાળકોના મોત થયા છે. રશિયા સતત રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે. અધિકારીઓ પ્રમાણે રશિયન સૈનિક હવે કિવના કેન્દ્રથી લગભગ 15 કિલોમીટર દૂર છે. અધિકારીઓએ કહ્યું કે રશિયન સેનાએ 900થી વધુ મિસાઇલ હુમલા કર્યાં છે, પરંતુ યુક્રેનના હવાઈ ક્ષેત્રમાં આ મિસાઇલોનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. રાજધાની કિવના બહારના વિસ્તારમાં રશિયા બોમ્બવર્ષા કરી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube