અમે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ફસાઈ ગયા છીએ, ઝેલેન્સ્કીએ ફરી નાટો પાસે માંગી મદદ
યુક્રેન સતત નાટો સહિત અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે. આ વચ્ચે નાટોના નેતાઓએ યુક્રેન પર રશિયા હુમલાને કારણે હવે મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો છે.
બ્રસેલ્સઃ રશિયાની સેનાના હુમલાનો સામનો કરી રહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ગુરૂવારે એકવાર ફરી દુનિયા પાસે મદદ માંગી છે. ઝેસેન્લ્કીએ નાટોની ઇમરજન્સી બેઠકને સંબંધિત કરતા અસીમિત સૈન્ય સહાયતાની અપીલ કરી છે. યુક્રેન પર રશિયાના હુમલાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બીજા દેશોના નેતા નાટો સભ્યોની સાથે ઇમરજન્સી બેઠક કરવાના છે.
એકલા કરી રહ્યાં છીએ અમારી રક્ષા
ઝેલેન્સ્કીએ નાટોની સાથે પ્રથમ બેઠક કરી છે. ઝેલેન્સ્કીએ વીડિયો દ્વારા બેઠકને સંબોધિત કરતા કહ્યુ, 'એવું લાગી રહ્યું છે જેમ અને પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ફસાયા છીએ અને અમારી કોમન વેલ્યૂની રક્ષા કરી રહ્યાં છીએ. એક યુદ્ધ દરમિયાન સૌથી ભયાનક હોય છે જ્યારે અમને મદદ માંગવા પર યોગ્ય ઉત્તર મળતો નથી.'
બાઇડેન પ્રશાસનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર કહ્યુ કે ઝેલેન્સ્કીએ યુક્રેનમાં નો ફ્લાઇ ઝોન જાહેર કરવાની માંગ ન કરી જેને નાટો પહેલાં નકારી ચુક્યુ છે. પશ્ચિમી દેશોના અધિકારીઓનું કહેવું છે કે આવા કોઈપણ પગલાથી નાટો અને રશિયા વચ્ચે સીધો ટકરાવ પેદા થઈ શકે છે. બાઇડેન પ્રમાણે તેનાથી ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Pakistan Political Crisis: ઇમરાન ખાને માની હાર! પાકિસ્તાનના ગૃહમંત્રીએ જલદી ચૂંટણીના આપ્યા સંકેત
ઝેલેન્સ્કીએ આપ્યો ભાવુક મેસેજ
આ પહેલાં ઝેલેન્સ્કીએ વિશ્વભરના લોકોને જાહેર રૂપથી ભેગા થઈને પોતાના સંકટગ્રસ્ત દેશ પ્રત્યે એકતા દેખાડવાની વિનંતી કરી હતી. ઝેલેન્સ્કીએ કિવમાં રાષ્ટ્રપતિ કાર્યાલય નજીક ગુરૂવારે રાત્રે રેકોર્ડ કરેલા વીડિયોમાં ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, પોતાના ઘરની બહાર નિકળો અને અવાજ ઉઠાવો, જણાવો કે લોકો મહત્વ રાખે છે, સ્વતંત્રતા મહત્વ રાખે છે, શાંતિ મહત્વ રાખે છે અને યુક્રેન મહત્વ રાખે છે.
બાઇડેન નાટો સભ્યો, જી 7 સમૂહના નેતાઓ અને યુરોપિયન યુનિયનની સાથે તબક્કાવાર બેઠક કરવાના છે, જેમાં રશિયા પર નવા પ્રતિબંધ લગાવવા સિવાય યુક્રેનને વધુ સૈન્ય સહાયતા પ્રદાન કરવા પર ચર્ચા કરી શકાય છે. બાઇડેનની સાથે યોજાનારી બેઠક પહેલા યુરોપિય યુનિયને યુક્રેનને 550 લાખ ડોલર અને સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી હતી.
બેઠક પહેલાં નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યુ કે ગઠબંધન પહેલા જ યુક્રેન માટે સૈન્ય સહાયતાને વધારી ચુક્યુ છે, પરંતુ વચનને પૂરુ કરવા માટે વધુ સહાયતા કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube